રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla


દ્વારા

रवा ढोकला की रेसिपी | सूजी ढोकला | झटपट रवा ढोकला | - हिन्दी में पढ़ें (Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla in Hindi) 

Added to 219 cookbooks   This recipe has been viewed 178 times

રવા ઢોકળા રેસીપી | સોજી ના ઢોકળા | ઇન્સ્ટન્ટ રવા ઢોકળા | ઝટપટ બનાવો રવા ઢોકળા | rava dhokla in gujarati | with 15 amazing images.

ઇન્સ્ટન્ટ રવા ઢોકળા બનાવવા માટે, રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટને પાણી સાથે મિક્સ કરો, તેને અડધો કલાક એક બાજુ રાખી દો અને પછી ખીરૂ તૈયાર છે બાફવા માટે. રાવા ઢોકળાને રાંધ્યા પછી તેની ઉપર ઉમેરવામાં આવેલો વધાર એ એક માસ્ટર સ્ટ્રોક છે. તે સોજી ના ઢોકળાને કલ્પિત સુગંધ અને વિશેષ સ્વાદ આપે છે.

આ રેસીપી એક આશ્ચર્યજનક ઝડપી નાસ્તો છે. રવા ઢોકળા (સુજી ઢોકળા) બનાવવા માટે કોઈ આથો લાવવાની જરૂર નથી.

સ્વાદિષ્ટ નાસ્તો બનાવવા માટે રવા ઢોકળાને લીલી ચટણી સાથે પીરસો.

Add your private note

રવા ઢોકળા રેસીપી - Rava Dhokla, Semolina Dhokla, Suji Dhokla recipe in Gujarati

તૈયારીનો સમય:    પલાળવાનો સમય:  ૩૦ મિનિટ   બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી

રવા ઢોકળા માટે
૧ ૧/૨ કપ રવો
૧/૨ કપ દહીં
૧ ૧/૨ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ
૨ ટેબલસ્પૂન તેલ
મીઠું , સ્વાદાનુસાર
૧ ૧/૨ ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ
૧ ટીસ્પૂન રાઇ
૧ ટીસ્પૂન તલ
૧/૪ ટીસ્પૂન હિંગ
૧ ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર

રવા ઢોકળા સાથે પીરસવા માટે
લીલી ચટણી
વિધિ
રવા ઢોકળા બનાવવા માટે

    રવા ઢોકળા બનાવવા માટે
  1. એક ઊંડા બાઉલમાં રવો, દહીં, લીલા મરચાંની પેસ્ટ, ૧ ટેબલસ્પૂન તેલ, મીઠું અને ૧ ૧/૨ કપ પાણી ભેગું કરો અને સારી રીતે મિક્સ કરો. ઢાંકણથી ઢાંકીને ૩૦ મિનિટ માટે બાજુ પર રાખો.
  2. ઢોકળાને બાફવાના પહેલા ફ્રુટ સોલ્ટ અને ૨ ટીસ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા રચાય છે, હળવેથી મિક્સ કરી દો.
  3. આ ખીરાને એક તેલ ચોપડેલી ૧૭૫ મી. મી. (૭”)ના ગોળાકાર થાળીમાં રેડો અને એક સમાન સ્તરમાં ફેલાવવા માટે થાળીને ઘડિયાળની દિશામાં હલાવો.
  4. સ્ટીમરમાં ૧૨ મિનિટ સુધી બાફી લો. બાજુ પર રાખો.
  5. એક નાના નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન તેલ ગરમ કરો, તેમાં રાઇ, તલ અને હિંગ ઉમેરો અને મધ્યમ તાપ પર ૩૦ સેકન્ડ માટે સાંતળી લો.
  6. રવા ઢોકળા પર વધાર રેડો, તેના પર સમાનરૂપે કોથમીર નાખો.
  7. રવા ઢોકળાને સહેજ ઠંડુ કરો અને સમાન માપવાળા ચોરસ ટુકડા કરો.
  8. રવા ઢોકળાને તરત લીલી ચટણી સાથે પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Password?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews