મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મુઘલાઇ વ્યંજન >  લહેજતદાર હાંડી બિરયાની

લહેજતદાર હાંડી બિરયાની

Viewed: 9253 times
User 

Tarla Dalal

 27 May, 2017

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Lajjatdar Handi Biryani - Read in English
लज्जतदार हंडी बिरयानी - हिन्दी में पढ़ें (Lajjatdar Handi Biryani in Hindi)

Table of Content

પ્રેશર કુકર અથવા ખુલ્લા પૅનમાં બનાવેલી બિરયાનીની સરખામણીમાં હાંડી બિરયાની ક્યારે પણ વધુ જ ચઢિયાતી ગણાય છે પછી ભલે એવું લાગતું હોય કે તેની રીતમાં એકસમાન સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો હોય.

 

 ફક્ત વાસણના ઢાંકણને ઘઉંની કણિક વડે અંદર બહારની હવા પેસે નહીં એવી રીતે બંધ કરી અંદરની સામગ્રીને બરોબર રાંધવા દેવું, એજ બીજી રીતથી તેનો મુખ્ય તફાવત છે. આમ તો આ રીતનું મુખ્ય કારણ એ છે કે અંદરની હવા બહાર ન નીકળે. અંદરના પાણીનું બાષ્પીભવન થઇ વરાળ અંદર જ રહે જેથી સામગ્રીનો સ્વાદ અને સુગંધ જળવાઇ રહે. આ પાકી વ્યવસ્થાથી જ લહેજતદાર બિરયાનીનો સ્વાદ તમને એકે એક ચમચામાં માણવા મળશે અને તમે જરૂરથી તેમાં ઉમેરવામાં આવેલી એકે એક વસ્તુનો સ્વાદ પારખી શકશો, પછી ભલે તે આખા મસાલા હોય, જે ચોખા અને રસદાર ચણા મસાલાને સ્વાદિષ્ટ બનાવવા વપરાયલા હોય કે પછી કેસર અને તાજા હર્બસ્ હોય, જે ચોખાના ઉપરના ભાગ પર પાથરવામાં આવ્યા હોય. બસ, તો પછી તૈયાર થઇ જાઓ આ બિરયાનીના સ્વાદમાં લીન થઇ જવા માટે.

 

લહેજતદાર હાંડી બિરયાની - Lajjatdar Handi Biryani recipe in Gujarati

Preparation Time

25 Mins

Cooking Time

27 Mins

Total Time

52 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

ભાત માટે

ચણા મસાલાના મિશ્રણ માટે

મિકસ કરીને દહીંનું મિશ્રણ તૈયાર કરવા માટે

બીજી જરૂરી વસ્તુઓ

પીરસવા માટે

વિધિ
  1. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલી એલચી, મોટી કાળી એલચી, લવિંગ, તજ અને તમાલપત્ર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ચોખા, દૂધ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરીને પૅનને ઢાંકી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય અને અંદરના પ્રવાહીનું સંપૂર્ણ બાષ્પીભવન થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી બાજુ પર રાખો.

આગળની રીત
 

  1. એક નાના બાઉલમાં દૂધ અને કેસર સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  2. એક ઊંડી હાંડીમાં ચણા મસાલાનું મિશ્રણ રેડી ચમચા વડે સરખી રીતે પ્રસારી લો.
  3. તે પછી તેની પર કોથમીર, ફૂદીનાના પાન, આદૂ અને લીલા મરચાંનો સરખી રીતે છંટકાવ કરી લો.
  4. હવા તેની પર દહીંનું મિશ્રણ સરખી રીતે પાથરી લો.
  5. તે પછી તેની પર ભાત મૂકી, ચમચાના પાછલા ભાગ વડે સરખી રીતે પાથરી લો.
  6. તે પછી તેની પર કેસર-દૂધનું મિશ્રણ અને તળેલા કાંદા સરખી રીતે પાથરી લો.
  7. છેલ્લે હાંડીને ઢાંકી, હાંડીની કીનારીઓને ઘઉંના લોટની કણિક વડે સજ્જડ રીતે બંધ કરી લો.
  8. આ હાંડીને ધીમા તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ રાંધી લો.
  9. તાપને બંઘ કરી, હાંડીને ૫ મિનિટ માટે ઠંડી પાડ્યા પછી હાંડીની કીનારીઓ પર ચોપડેલા ઘઉંની કણિક કાઢી લો.
  10. રાઇતા સાથે ગરમ પીરસો.

ચણા મસાલાના મિશ્રણ માટે
 

  1. એક નૉન-સ્ટીક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં આદૂ-લસણની પેસ્ટ મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી સાંતળી લો.
  2. તે પછી તેમાં ટમેટા ઉમેરી મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૧ મિનિટ સુધી રાંધી લો.
  3. તે પછી તેમાં લીલા મરચાં, મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
  4. છેલ્લે તેમાં બાફેલા બટાટા, કાળા ચણા, દહીં અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ