You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > ઝટપટ રીંગણાની સબ્જી
ઝટપટ રીંગણાની સબ્જી

Tarla Dalal
02 January, 2025


Table of Content
રીંગણાને જો મજેદાર રીતે રાંધવામાં આવે તો તેના માટે ફરીયાદ કરવા જેવું શું હોય? આ રીંગણાની સબ્જી એવી સ્વાદિષ્ટ બને છે કે તે બધાને જ ભાવશે.
આ ભાજીમાં રીંગણાની સ્લાઇસ પર મીઠું ભભરાવીને મૂકી રાખ્યા બાદ રાંધવાથી તે ઝટપટ તો બને છે અને સાથે-સાથે બહુ જ સહેલાઇથી પણ બને છે.
આ શાક જ્યારે રોટી , દાળ અને ભાત સાથે પીરસવામાં આવે છે ત્યારે તે એક સંતુષ્ટ જમણનો અહેસાસ આપે છે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
13 Mins
Total Time
33 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
4 કપ સ્લાઇસ કરેલા રીંગણ
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
3 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
2 ટીસ્પૂન તલ (sesame seeds, til)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
4 ટીસ્પૂન ચણાનો લોટ ( besan )
2 ટીસ્પૂન ટુકડા કરેલા કાજૂ (broken cashew nut (kaju)
8 કિસમિસ
વિધિ
- રીંગણાની સ્લાઇસને ચાળણીમાં મૂકી તેની પર મીઠું અને હળદર છાંટી તેને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અનેતલ નાંખો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં મરચાં પાવડર, ચણાનો લોટ, સાકર, કાજૂ અને કીસમીસ નાંખી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી રાંધી લો.
- છેલ્લે તેમાં રીંગણા મેળવીને સારી રીતે મિક્સ કરી લો. પૅનને ઢાંકી, મધ્યમ તાપ પર ૧૨ મિનિટ સુધી અથવા રીંગણા બરોબર રંધાઇને નરમ થઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ગરમ ગરમ પીરસો.