You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > સરગવાની શિંગની વેજીટેબલ કરી
સરગવાની શિંગની વેજીટેબલ કરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આવી અનોખી વાનગી ફક્ત ભારતીય રાંધણકળામાં જ જોવા મળશે. તમે કોઇ શાકભાજી લો તો તેને રાંધવાની હજારો રીત હોય છે, તો અહીં સ્વાદિષ્ટ સરગવાની શિંગને ચણાના લોટ સાથે મેળવીને મસાલવાળી ટમેટાની ગ્રેવીમાં રાંધવામાં આવી છે. આ સરગવાની શિંગની વેજીટેબલ કરીમાં અઘિક માત્રામાં ચણાના લોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, એટલે આ કરીને રાંધીને તરત જ પીરસવી જેથી તેની તાજગી જળવાઇ રહે. રોટી સાથે અથવા પરોઠા સાથે પીરસી શકો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
3 સરગવાની શીંગ (drumsticks (saijan ki phalli / saragavo) , ૨ ૧/૨”ના ટુકડા કરેલા
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 કપ ચણાનો લોટ ( besan )
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન રાઇ (mustard seeds ( rai / sarson)
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
3/4 કપ સમારેલા ટામેટા
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- એક તવા પર ચણાનો લોટ ૪ થી ૫ મિનિટ સુધી અથવા તે હલકા બ્રાઉન રંગનો થાય ત્યાં સુધી શેકી લો.
- તેને થોડું ઠંડું પાડ્યા પછી, તેમાં ૨ કપ પાણી મેળવી ચણાનો લોટ સંપૂર્ણ ઓગળી જાય તે રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક વાસણમાં સરખી માત્રામાં પાણી સાથે મીઠું મેળવી તેને ઉકાળી, તેમાં સરગવાની શિંગના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ અથવા તે નરમ થાય ત્યાં સુધી બાફી લીધા પછી નીતારીને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં રાઇ અને જીરૂ મેળવો.
- જ્યારે દાણા તતડવા માંડે, ત્યારે તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદુ, લસણ અને લીલા મરચાં મેળવી મધ્યમ તાપ પર વધુ ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પછી તેમાં મરચાં પાવડર અને હળદર મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં બાફેલી સરગવાની શિંગ, ચણાનો લોટ-પાણીનું મિશ્રણ અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.