મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  મેક્સીકન મુખ્ય ભોજન >  કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા |

કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા |

Viewed: 6053 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કોર્ન એન્ચીલાડા | મેક્સીકન કોર્ન અને ચીઝ એન્ચીલાડા | સરળ ચીઝી એન્ચીલાડા | corn enchiladas in gujarati | with 32 images.

કોર્ન એન્ચીલાડા એક પ્રખ્યાત મેક્સિકન વાનગી છે, જેમાં નરમ અને મજેદાર પૅનકેકની વચ્ચે કોર્ન અને અન્ય ભાજીવાળા વાઇટ સૉસનું મિશ્રણ ભરવામાં આવે છે. આ ઉપરાંત ઉપરથી ટમેટાનું સૉસ, કાંદા, લીલા કાંદા અને ખમણેલું ચીઝ મેળવ્યા પછી આ કોર્ન એન્ચીલાડા બેક કરવા તૈયાર થાય છે. ચીઝનું થર તેને મલાઇદાર રૂપ આપશે, જે તમને એવું સ્વાદિષ્ટ લાગશે કે તમે ખાઇને તૃપ્ત થઇ જશો. આમ તો કોર્ન એન્ચીલાડા કોઇપણ અન્ય વાનગી વગર પણ ખાઇ શકાય એવા છે, છતાં તમે તેની સાથે ટમેટા, કોબી અને બીનનું સુપ અથવા મેક્સિકન રાઇસ પીરસીને સંપૂર્ણ જમણનો અહેસાસ પણ મેળવી શકો છો.

Preparation Time

20 Mins

Cooking Time

15 Mins

Total Time

35 Mins

Makes

4 માત્રા માટે

સામગ્રી

પૅનકેક માટે

કોર્નના પૂરણ માટે

ટમેટાના સૉસ માટે

બીજી જરૂરી વસ્તુ

ટોપીંગ માટે

વિધિ
આગળની રીત
  1. તૈયાર કરેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
  2. હવે તૈયાર કરેલા ૧ પૅનકેકને સાફ અને સૂકી જગ્યા પર રાખી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની પર ૧ ટેબલસ્પૂન ચીઝ સરખી રીતે છાંટી, પૅનકેકની એક બાજુએથી શરૂ કરી બીજી બાજુ સુધી વાળીને ગોળ રોલ બનાવો.
  3. રીત ક્રમાંક ૨ મુજબ બીજા ૫ પૅનકેક તૈયાર કરો.
  4. હવે બેકિંગ ડીશમાં ૧/૪ કપ તૈયાર કરેલું ટમેટાનું સૉસ સરખી રીતે પાથરી તેની પર તૈયાર કરેલા પૅનકેક ગોઠવી લો.
  5. તે પછી તેની પર બાકી રહેલું ટમેટાનું સૉસ સરખી રીતે રેડી લો. છેલ્લે તેની પર ચીઝ છાંટી લો.
  6. આગળથી ગરમ કરેલા ઑવનમાં આ બેકિંગ ડીશ મૂકી ૨૦૦° સે (૪૦૦° ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
  7. તરત જ પીરસો.
કોર્નનું પૂરણ તૈયાર કરવા માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  2. તે પછી સિમલા મરચાં ઉમેરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં સૂકા લાલ મરચાંના ફ્લેકસ્ તથા મકાઇ ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં સફેદ સૉસ તથા થોડું મીઠું ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આમ તૈયાર થયેલા પૂરણને બાજુ પર રાખો.
ટમેટાના સૉસ માટે
  1. મિક્સરની જારમાં ટમેટા, કાંદા અને લસણ મેળવીને થોડું પણ પાણી ઉમેર્યા વગર સુંવાળી પેસ્ટ તૈયાર કરી બાજુ પર રાખો.
  2. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા કાંદાનો સફેદ તથા લીલો ભાગ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
  3. તે પછી તેમાં બાકી રહેલી બધી વસ્તુઓની સાથે તૈયાર કરેલી ટમેટા-કાંદાની પેસ્ટ ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લીધા પછી તેને બાજું પર રાખો.
પૅનકેક માટે
  1. એક ઊંડા બાઉલમાં મેંદો, મીઠું અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે જેરી લો જેથી તેમાં ગઠોડા ન રહે.
  2. એક ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકાર પૅનમાં પીગળાવેલું માખણ ચોપડી લો.
  3. તે પછી તેમાં એક ચમચા જેટલું ખીરૂ રેડી, પૅનને ઝડપથી એક બાજુએથી નમાવી લો જેથી ખીરૂ પૅનમાં સરખી માત્રામાં પથરાઇ જાય.
  4. હવે જ્યારે પૅનકેકની બાજુઓ ઉખડી જવા માંડે, ત્યારે પૅનકેકને ઉથલાવી તેની બીજી બાજુની કીનારી પર થોડું માખણ રેડીને ૩૦ સેકંડ સુધી રાંધી લો.
  5. રીત ક્રમાંક ૨ થી ૪ મુજબ વધુ ૫ પૅનકેક તૈયાર કરો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ