You are here: હોમમા> બેક્ડ બાજરા ચકરી રેસીપી
બેક્ડ બાજરા ચકરી રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
બેક્ડ બાજરા ચકરી રેસીપી | નોન ફ્રાઇડ બાજરા ચકરી | બાજરી મુરુકુ | baked bajra chakli in gujarati | with 32 amazing images.
ક્રિસ્પી નાસ્તા કોને ન ગમે? પરંતુ અમે ઘણી વાર વધુ પડતી કેલરીઓને લીધે તેનાથી દૂર થઈએ છીએ જે નાસ્તા તળીને બનાવામાં છે. ભારતીય બાજરી મુરુકુ તે બધા આરોગ્યનું ધ્યાન રાખવાવાલા લોકો માટે યોગ્ય છે, જે સ્વાદિષ્ટ ક્રિસ્પી જાર નાસ્તાની શોધમાં છે.
બાજરીનો લોટ અને ઘઉંના લોટના મિશ્રણથી બનેલા કમ્બુ મુરુકુને લસણની પેસ્ટ, લીલા મરચાંની પેસ્ટ અને કલોંજી ઉમેરીને વધુ સ્વાદિસ્ટ બનાવે છે. તમે તમારા હિમોગ્લોબિનના સ્તરને વધારવા માટે લોહ સમૃદ્ધ નાસ્તાની મજા લઇ શકો છો.
બેક્ડ બાજરા ચકરી રેસીપી - Baked Bajra Chakli, Bajra Murukku recipe in Gujarati
Tags
Preparation Time
5 Mins
Cooking Time
0 Mins
Total Time
5 Mins
Makes
20 ચકરી
સામગ્રી
બેક્ડ બાજરા ચકરી માટે
1/2 કપ બાજરીનો લોટ (bajra flour)
1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1 ટીસ્પૂન ખમણેલું લસણ (grated garlic) /
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટીસ્પૂન કલોંજી
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
1/2 ટીસ્પૂન તેલ ( oil ) , ચુપડવા માટે
વિધિ
- બેક્ડ બાજરા ચકરી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બાજરીનો લોટ, ઘઉંનો લોટ, લસણ, લીલા મરચાંની પેસ્ટ, કલોંજી અને મીઠું નાખીને બરાબર મિક્સ કરી લો.
- તમારી આંગળીના ઉપયોગથી લોટના મિશ્રણમાં માખણને ઘસવું જ્યાં સુધી મિશ્રણ બ્રેડ ક્રમ્બસ્ જેવું ન થાય.
- થોડા પાણીની મદદથી નરમ કણિક બનાવો.
- શ્રણને તેલ ચોપડેલા ચકરી પ્રેસમાં નાખો અને સપાટ પ્લેટ અથવા એલ્યુમિનિયમ ફૉઇલ પર કેન્દ્રથી બહારની તરફ ફેરવીને (લગભગ 50 મી. મી. (2”) વ્યાસની) ગોળાકાર ચકરી બનાવી લો.
- ચકરીના અંતિમ બિંદુને થોડું દબાવીને સીલ કરો. તમને 20 ચકરી મળશે.
- બધી ચકરીને બેકિંગ ટ્રે પર મૂકો અને 30 મિનિટ માટે આગળથી ગરમ કરેલા ઑવનમાં 180°c (360°f) પર બેક કરી લો. બધી ચકરીને ફેરવો અને ફરીથી બીજી 10 મિનિટ માટે બેક કરી લો.
- બેક્ડ બાજરા ચકરીને સંપૂર્ણપણે ઠંડુ કરીને પીરસો અથવા એર-ટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો.