You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાકાહારી નૂડલ્સ્ > રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી | ceylonese curry with rice noodles recipe in gujarati.
સેલોનીસ વાનગીઓમાં નાળિયેરનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે, જે તે દેશમાં પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. આ વિશિષ્ટ સેલોનીસ કરીમાં, બારક સમારેલા મિક્સ શાકભાજીને નાળિયેરના દૂધ માં રાંધવામાં આવે છે, અને ધણા બધા મસાલાઓ પણ ઉમેરવામાં છે.
આ રાઇસ નૂડલ્સ સાથે સેલોનીસ કરી સાથે સંપૂર્ણ સેલોનીસના અનુભવ માટે સામબોલની ચટણી સાથે હોવી જોઈએ.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
સેલોનીસ કરી માટે
4 1/2 કપ લીંબુ (lemon)
સેલોનીસ કરી કરી માટે સામગ્રી
1 1/2 કપ નાળિયેરનું દૂધ (coconut milk)
1 ટીસ્પૂન કોર્નફલોર
1/2 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds) , ૧૦ મિનિટ સુધી પલાળીને ગાળી લો
4 to 5 કિલોગ્રામ કડી પત્તો (curry leaves)
2 ચીરી પાડેલું લીલું મરચું (slit green chillies)
1 ટેબલસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
3/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
3 કાળી મરી (black peppercorns (kalimirch)
3/4 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ગાજર , ફણસી , લીલા વટાણા)
મિક્સરમાં પીસી ને સામબોલ ચટણી બનાવવા માટે
1/2 કપ ખમણેલું નાળિયેર (grated coconut)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- ૩/૪ કપ રાઇસ નૂડલ્સ્ ને વાટકામાં મૂકો, તેના ઉપર સેલોનીસ કરીનો ૧ ભાગ રેડો અને તેના પર થોડી સામબોલની ચટણી નાંખો.
- રીત ક્રમાંક ૧ પ્રમાણે ૫ વધુ ભાગોને પણ તૈયાર કરી લો.
- સેલોનીસ કરી તરત જ પીરસો.
- સેલોનીસ કરી બનાવવા માટે, એક વાટકામાં નાળિયેરનું દૂધ અને કોર્નફ્લોરને બરાબર થી મિક્સ કરો લો, જ્યાં સુધી એમાં કોઇ લમ્પ ન રહે.
- નારિયેળનું દૂધ-કોર્નફ્લોરનું મિશ્રણ એક કઢાઇમાં નાંખો, ૧ કપ પાણી ઉમેરીને બરાબર મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- તેમાં પલાળેલા મેથીનાં દાણા, કડી પત્તા, લીલા મરચાં, ધાણા પાવડર અને લાલ મરચું પાવડર નાંખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
- તેમાં કાંદા, ટામેટાં, હળદર, મીઠું, કાળી મરી અને તજ નાખી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૧૦ થી ૧૫ મિનિટ સુધી રાંધી લો.
- મિક્સ શાકભાજી ઉમેરી, બરાબર મિક્સ કરી ધીમી આંચ પર વચ્ચે-વચ્ચે હલાવતા ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- કરીને ૬ સમાન ભાગોમાં વહેંચો અને બાજુ પર રાખો.