મેનુ

You are here: હોમમા> જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ >  જૈન નાસ્તાની રેસિપિ >  દક્ષિણ ભારતીય ઉત્તપમ >  કેળા ઉત્તપમ રેસીપી | અડદ દાળ કેળા ઢોસા | સ્વીટ ઉત્તપમ |

કેળા ઉત્તપમ રેસીપી | અડદ દાળ કેળા ઢોસા | સ્વીટ ઉત્તપમ |

Viewed: 6894 times
User 

Tarla Dalal

 13 January, 2024

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

કેળા ઉત્તપમ રેસીપી | અડદ દાળ કેળા ઢોસા | સ્વીટ ઉત્તપમ | ૩૦ છબીઓ સાથે.

 

કેળા ઉત્તપમ એ અડદ દાળ, ચોખા અને કેળાથી બનેલો એક સ્વીટ ઉત્તપમ છે. અડદ દાળ કેળા ઢોસા કેવી રીતે બનાવવા તે શીખો.

 

ફૂલેલા અને રસદાર ઉત્તપમ, કેળા અને ખાંડના સુખદ સ્વાદ અને હળવી મીઠાશ સાથે! કેળા ઉત્તપમ એક સ્વાદિષ્ટ નાસ્તો છે જે બધાને, ખાસ કરીને બાળકોને ગમશે.

 

મોટાભાગના ઉત્તપમની જેમ, કેળા ઉત્તપમ પણ ચોખા અને અડદ દાળના ખીરાનો ઉપયોગ કરે છે. પરંતુ, આથો આવ્યા પછી, ખીરાને મસળેલા કેળાથી મજબૂત બનાવવામાં આવે છે, જે અડદ દાળ કેળા ઢોસામાં ફક્ત સ્વાદ જ ઉમેરતા નથી પણ તેમને વધુ નરમ પણ બનાવે છે.

 

નીચે સ્ટેપ બાય સ્ટેપ ફોટા સાથે કેળા ઉત્તપમ રેસીપી | અડદ દાળ કેળા ઢોસા | સ્વીટ ઉત્તપમ | નો આનંદ લો.

 

કેળા ઉત્તપમ, કેળા ઉત્તપમ રેસીપી - કેળા ઉત્તપમ કેવી રીતે બનાવવું

 

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

25 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

35 Mins

Makes

8 ઉત્તાપા

સામગ્રી

કેળા ઉત્તપમ માટે

વિધિ

કેળા ઉત્તપમ માટે

  1. એક ઊંડા બાઉલમાં ચોખા, અડદની દાળ અને મેથીના દાણા જરૂરી પાણી સાથે ૩ કલાક પલાળી રાખ્યા બાદ નીતારી લો.
  2. આ મિશ્રણમાં લગભગ ૩/૪ કપ પાણી મેળવી, મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
  3. આ પેસ્ટને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
  4. તે પછી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧૦ થી ૧૨ કલાક માટે રહેવા દો.
  5. હવે જ્યારે ખીરામાં આથો આવી જાય, ત્યારે તેમાં છૂંદેલા કેળા અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  6. એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટી તેને મલમલના કપડા વડે સાફ કરી લો.
  7. હવે એક કડછી ભરી ખીરૂ તવા પર રેડી તેને ગોળકારમાં ફેરવી ૧૨૫ મી. મી. (૫”)નો ગોળ ઉત્તાપા બનાવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  8. તેની કીનારીઓ પર થોડું ઘી સરખી રીતે રેડી, તેની ઉપર ૧ ટીસ્પૂન નાળિયેર છાંટીને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
  9. તેને ઉથલાવીને તેની બીજી બાજુ હળવા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
  10. રીત ક્રમાંક ૭ થી ૧૦ પ્રમાણે બાકીના ૭ ઉત્તાપા તૈયાર કરો.
  11. તરત જ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ