You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > અનિયન-ટમેટા રવા ઉત્તાપા
અનિયન-ટમેટા રવા ઉત્તાપા

Tarla Dalal
02 January, 2025


Table of Content
અનિયન-ટમેટા રવા ઉત્તાપા, એક ઉત્તમ વાનગી છે જે સવારના નાસ્તા માટે અથવા બપોરના જમણમાં કે પછી સાંજના નાસ્તામાં બાળકોને પીરસી શકાય એવી છે. અહીં તમારી સમજ માટેની વાત એ છે કે આ વાનગીમાં ખીરાને ઝટપટ બનાવવા માટે બીજી જાતના ખીરામાં વપરાતી સોડાનો જરા પણ ઉપયોગ કરવામાં નથી આવતો.
કે પછી એક દીવસ આગળથી આથો આવવા માટેનું આયોજન પણ નથી કરવું પડતું. એકાદેક કલાકમાં તો રવાના ખીરામાં આથો આવી જાય છે કારણકે તેમાં દહીં ઉમેરવામાં આવ્યું છે.
આ ઉત્તાપામાં તમારી મનગમતી બધી વસ્તુઓનો સમાવેશ છે જેવી કે ખાટા ટમેટા, તીવ્ર સુવાસવાળા કાંદા, સુગંધી કોથમીર અને લીલા મરચાં. તવા પરથી તરત જ ઉતારીને કોથમીર કે નાળિયેરની ચટણી સાથે ગરમ-ગરમ પીરસો અને તેની મજા માણો.
બીજી વિવિધ દક્ષિણ ભારતીય વાનગી પણ અજમાવો, તે છે અડઇ અને કાંચીપૂરમ ઇડલી
Tags
Preparation Time
5 Mins
Cooking Time
20 Mins
Total Time
25 Mins
Makes
6 ઉત્તાપા
સામગ્રી
Main Ingredients
1 કપ રવો (સોજી) (rava / sooji)
4 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
મીઠું (salt) , સ્વાદાનુસાર
3 ટેબલસ્પૂન સમારેલા ટામેટા (chopped tomatoes)
3 ટેબલસ્પૂન સમારેલા કાંદા (chopped onions)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં રવો, દહીં, મીઠું અને ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને આથો આવવા માટે ૧ કલાક બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર થોડું પાણી છાંટો (તરત જ છમ અવાજ આવે તે રીતે) અને કપડા વડે તવાને સાફ કરી લો.
- હવે ગરમ તવા પર ૧/૪ કપ જેટલું ખીરૂ રેડીને ૧૨૫ મી. મી. (૫”)નો જાડો ગોળાકાર બનાવો.
- ઉત્તાપાની કીનારીની બાજુએ થોડું તેલ રેડી મધ્યમ તાપ પર એક મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેની પર ૧/૨ ટેબલસ્પૂન કાંદા, ૧/૨ ટેબલસ્પૂન ટમેટા, ૧/૨ ટેબલસ્પૂન કોથમીર અને ૧/૪ ટીસ્પૂન લીલા મરચાં સરખી રીતે છાંટી લો.
- હવે ઉત્તાપાને પલટાવીને તેની બીજી બાજુ હલકા બ્રાઉન રંગની થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૨ થી ૬ મુજબ બીજા ૫ ઉત્તાપા તૈયાર કરો.
- નાળિયેરની ચટણી સાથે તરત જ પીરસો.