You are here: હોમમા> વિવિધ વ્યંજન > અમેરીકન વ્યંજન > અમેરીકન બર્ગર / ગ્રીલ્સ્ > વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી
વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
રાતના જમણમાં સૂપ સાથે અથવા સ્ટાર્ટર તરીકે આ વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ પીરસવામાં આવે છે, આ ઉપરાંત આ બ્રેડ સાંજના નાસ્તામાં ચા સાથે પણ આનંદદાઇ ગણાય એવા છે. નરમ અને તાજા આ બૅગેટ બ્રેડને કોર્ન તથા રંગીન સિમલા મરચાંના મલાઇદાર મિશ્રણ તથા મસાલાવાળા મિક્સ હર્બ અને બીજી સામગ્રી વડે ભરીને બેક કરવામાં આવ્યું છે. માખણની નરમાશ અને સફેદ સૉસ તથા ઢગલાબંધ શાકભાજી સાથે પીગળેલું ચીઝ જેવી વસ્તુઓના પૂરણથી આ ફ્રેન્ચ બ્રેડ ખરેખર એવું સ્વાદિષ્ટ તૈયાર થાય છે કે તેની ગણતરી એક મજેદાર ભોજનમાં કરી શકાય. આ વાનગીમાં તમે મરચાંની તીખાશ વધુ કે ઓછી કરવા ચીલી ફ્લેક્સનાં પ્રમાણને ઓછુંવત્તું કરી શકો છો.
વેજ સ્ટફ્ડ ફ્રેન્ચ બ્રેડ ની રેસીપી - Veg Stuffed French Bread recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
5 Mins
Total Time
20 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
વિધિ
- બૅગેટને એક સાફ સૂકી જગ્યા પર રાખી ઉપરથી તેમાં એક લાંબો ચીરો પાડી લો. તમારી આંગળીઓ વડે બ્રેડની મધ્યમાં સ્કુપ કરી લો જેથી વચમાં એક નાનો ખાડો બને. આમ સ્કુપ કરેલા બ્રેડને કાઢી નાખો.
- તૈયાર કરેલા મિશ્રણ વડે બૅગેટ ભરી લો.
- આમ તૈયાર કરેલા બૅગેટને ગ્રીઝ કરેલી બેકીંગ ટ્રે પર મૂકી તેની પર પ્રોસેસ્ડ ચીઝ સરખી રીતે છાંટી લો.
- આગળથી ગરમ કરેલા ઑવનમાં બૅગેટને ૧૮૦˚ સે (૩૬૦˚ ફે) તાપમાન પર ૫ મિનિટ સુધી બેક કરી લો.
- તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી તેમાં લસણ અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં રંગીન સિમલા મરચાં અને મકાઇના દાણા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમા સફેદ સૉસ, ખમણેલું ચીઝ, લાલ મરચાંના ફ્લેક્સ્, મિક્સ હર્બસ્, મીઠું અને મરી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લીધા પછી બાજુ પર રાખો.