પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | | Paneer in Manchurian Sauce
તરલા દલાલ દ્વારા
Added to 605 cookbooks
This recipe has been viewed 20511 times
પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | Paneer in Manchurian Sauce in gujarati | with 25 amazing images.
આખા દીવસના થાક પછી જો આરામ કરવાની ઇચ્છા થાય, ત્યારે ફ્રાઇડ રાઇસ સાથે ચીલી ગાર્લિક સૉસ અથવા ટમૅટો કેચપ કે પછી વધુ ઉત્સાહ આપે એવી વાનગીનો અનુભવ કરવો હોય તો આ સ્પાઇસી પનીર ઇન મંચુરીયન સૉસ તમારા માટે વધુ અનુકુળ રહેશે. પનીર અને તેની સાથે મેળવેલી અન્ય વસ્તુઓ એવી ઝટપટ મજેદાર વાનગી બનાવે છે કે જીભ પર તેનો સ્વાદ લાંબા સમય સુધી જળવાઇ રહેશે. તીખા અને ખાટ્ટા પણ ચાઇનીઝ સ્ટાઇલના આ સૉસમાં નરમ, સુંવાળા પનીરનું વિરોધાભાષ સ્વાદ એક અતિ યાદગાર વાનગી બનાવે છે.
ફ્રાઇડ પનીર માટે- એક ઊંડા બાઉલમાં, કોર્નફ્લોર ઉમેરો.
- પનીર, મીઠું અને મરી નાંખો અને હળવેથી ઉછાળવું.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા ટુકડાઓ ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો.
- તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો. એક બાજુ રાખો
પનીર ઇન મંચુરીયન સૉસ માટે- એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લીલા મરચાં, લસણ અને આદૂ મેળવી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ, સોયા સૉસ, ચીલી-ગાર્લિક સૉસ, સાકર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં પનીર મેળવી હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- પનીર ઇન મંચુરીયન સૉસ તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.
વિગતવાર ફોટો સાથે પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | ની રેસીપી
-
જો તમને પનીર ઇન મંચુરિયન સૉસ રેસીપી | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | ગમે છે, તો સમાન રેસીપીઓની સૂચિ નીચે આપેલ છે.
- ચીલી પનીર રેસીપી | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર ચીલી રેસીપી | ઇન્ડોચાઇનીઝ ચીલી પનીર | chilli paneer recipe in gujarati | with 32 amazing images.
- ચીલી ગાર્લિક નૂડલ્સ્ | Chilli Garlic Noodles in gujarati | with amazing images.
- પૅન ફ્રાઇડ નૂડલ્સ્ | ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ | Pan- Fried Noodles in gujarati | with amazing images.
-
મંચુરિયન સૉસ માટે કોર્નફ્લોરની સ્લરી બનાવવા માટે | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | એક વાટકીમાં કોર્નફ્લોર લો.
-
તેમાં ૩/૪ કપ પાણી ઉમેરો.
-
બરાબર મિક્સ કરી એક બાજુ રાખો.
-
પનીર ઇન મંચુરિયન સૉસ માટે ક્રિસ્પી પનીર બનાવવા માટે | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | એક ઊંડા બાઉલમાં કોર્નફ્લોર લો.
-
સ્લાઇસ કરેલું પનીર નાખો.
-
મીઠું અને મરી પાવડર ઉમેરો.
-
સારી રીતે ટૉસ કરો અને બાજુમાં રાખો.
-
એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો, એક સમયે થોડા સ્લાઇસ કરેલા પનીર ઉમેરો અને ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી તેને ફ્રાય કરો અને તેને ટીશ્યુ પેપર પર મૂકી સૂકા કરી લો.
-
પનીર ઇન મંચુરિયન સૉસ બનાવવા માટે, એક નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરો. ઇન્ડો-ચાઇનીઝ રેસિપિને ટોસ કરવા માટે વોક એક આદર્શ છે પરંતુ, તમે કોઈપણ અન્ય પાતળા તળીયાવાળ, પહોળા પૅનનો ઉપયોગ કરી શકો છો.
-
તેલ ગરમ થઈ જાય એટલે તેમાં લીલા મરચા નાખો. અમે નિયમિત વનસ્પતિ તેલનો ઉપયોગ કર્યો છે પરંતુ, જો શક્ય હોય તો પનીર ઇન મંચુરિયન સૉસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તલનું તેલ અથવા મરચાંના તેલનો ઉપયોગ કરો.
-
લસણ ઉમેરો.
-
આદુ ઉમેરો. પનીર મંચુરિયનને સરસ ચટણી અને સ્વાદ આપવા માટે બારીક સમારેલા કાદાં, સિમલા મરચાં અથવા લીલા કાંદા જેવા અન્ય શાક પણ ઉમેરી શકાય છે.
-
સારી રીતે મિક્સ કરો અને ૩૦ સેકંડ માટે મધ્યમ તાપ પર સાંતળો.
-
કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ ઉમેરો.
-
સોયા સૉસ ઉમેરો. અમે નિયમિત સોયા સૉસનો ઉપયોગ કર્યો છે, પરંતુ, તમે પનીર ઇન મંચુરિયન સૉસને સ્વાદ વઘારવા માટે અને વધુ ઘેરો શેડ આપવા માટે નિયમિત અને ડાર્ક સોયા સૉસના મિશ્રણનો ઉપયોગ કરી શકો છો.
-
ચીલી-ગાર્લિક સૉસ ઉમેરો. તમે તમારી સ્વાદની પસંદગી અનુસાર માત્રા વધારી અથવા ઘટાડી શકો છો. રેડીમેડ સૉસ ખરીદતા પહેલા, લેબલ્સને કાળજીપૂર્વક તપાસો અને એમએસીજી (MSG) અને ઉમેરેલા રંગોવાળા સૉસને ટાળો.
-
સાકર ઉમેરો.
-
મીઠું અને મરી પાઉડર ઉમેરો. સૉસમાં પહેલેથી જ એક પ્રિઝર્વેટિવ તરીકે મીઠું હોય છે, તેથી પનીર ઇન મંચુરિયન સૉસને સીઝન માટે પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરો.
-
સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
-
પનીર ઉમેરો.
-
હળવા હાથે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો. આપણી ઇન્ડો ચાઇનીજ઼ પનીર મંચુરિયન તૈયાર છે.
-
લીલા કાંદાથી સજાવો અને પનીર ઇન મંચુરીયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન | paneer in manchurian sauce in gujarati | તરત જ ચીલી કોરીઍન્ડર ફ્રાઇડ રાઇસ સાથે પીરસો.
Other Related Recipes
Accompaniments
4 reviews received for પનીર ઇન મંચુરિયન સૉસ | પનીર મંચુરિયન | રેસ્ટોરાં સ્ટાઇલ પનીર મંચુરિયન |
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Big Foodie,
March 13, 2013
The manchurian sauce is a nice tangy sauce and can go with any Chinese vegetable.
1 of 1 members found this review helpful
See more favourable reviews...
No critical reviews posted for this recipe
Helpful reviews for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe