પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ | Pan- Fried Noodles, Chinese Veg Pan- Fried Hakka Noodles
તરલા દલાલ દ્વારા
Added to 139 cookbooks
This recipe has been viewed 4911 times
પૅન ફ્રાઇડ નૂડલ્સ્ શાંઘાઇની મનગમતી વાનગી છે. ચીનમાં પૅન ફ્રાઇડ નૂડલ્સ્ પ્રખ્યાત નાસ્તાની ડીશ ગણાય છે અને તેનો અદભૂત સ્વાદ દરેકને ગમે એવો હોય છે.
રાંધેલા નૂડલ્સ્ ને કરકરા અને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે પૅન ફ્રાઈ કરી ઉપર ઘટ્ટ વેજીટેબલ સૉસ પાથરીને તેનો અદભૂત સ્વાદ તરત જ માણવાની મજા ઓર જ આવે છે. આ એક અત્યંત સ્વાદિષ્ટ વાનગી છે જે તમને જરૂર અજમાવા જેવી છે.
એક સંતુષટ ભોજન ના અહેસાસ માટે, પૅન ફ્રાઇડ નૂડલ્સ્ સાથે મકાઇના રોલ અને કોઇ પણ મનપસંદ સૂપ પીરસો.
નૂડલ્સ્ માટે- એક બાઉલમાં નૂડલ્સ્ અને કોર્નફ્લોર ભેગા કરી સારી રીતે મિક્સ કરી લો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં નૂડલ્સ્ સરખી રીતે પાથરી મધ્યમ તાપ પર તે નીચેથી બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- પછી તેને ઉલટાવીને તેની બીજી બાજુ બ્રાઉન થાય ત્યાં સુધી મધ્યમ તાપ પર રાંધી લો.
શાકભાજી માટે- એક બાઉલમાં કોર્નફ્લોર અને ૧/૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક ખુલ્લા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં લસણ અને લીલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- પછી તેમાં સિમલા મરચાં મેળવી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ગાજર, બ્રોકોલી, સોયા સૉસ, ટમૅટો કેચપ, મીઠું અને મરીનું પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં કોર્નફ્લોર-પાણીનું મિશ્રણ મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધીને બાજુ પર રાખો.
આગળની રીત- પીરસવાની ડીશમાં નૂડલ્સ્ ગોઠવી, તેની પર શાકભાજી સરખી રીતે પાથરી તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
પૅન ફ્રાઇડ નૂડલ્સ્, ચાઇનીઝ વેજ પૅન ફ્રાઇડ હુકા નૂડલ્સ્ has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Vinita_Raj,
March 18, 2013
Healthy dish. Stir fried mushrooms and green peas cooked with noodles and soya sauce. A nice healthy option for kids.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe