You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > શાકાહારી નૂડલ્સ્ > મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી
મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મલેશિયન નૂડલ્સ | નૂડલ્સ રેસીપી | malaysian noodles recipe in gujarati.
પીસેલી મગફળી અને પનીરની સાથે રંગીન શાકભાજી તમને વિદેશી સ્વાદ આપવા ફ્લેટ નૂડલ્સ્ ની સાથે બરાબર રાંધાય છેં. મલેશિયન નૂડલ્સનો સ્વાદ વધારવા લસણ, સોયા સોસ, લીંબુનો રસ ઉમેરવામા આવ્યો છે અને ભૂકો કરેલી મગફળી અને લીલા કાંદાના પાન સુશોભન માટે વાપરવામાં આવ્યા છે. નૂડલ્સ અને પનીર અથવા તોફુની રચના જાળવી રાખવા માટે તૈયારી નૂડલ્સ્ ને તરત જ પીરસો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
9 Mins
Total Time
24 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
મલેશિયન નૂડલ્સ બનાવવા માટે સામગ્રી
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન વાટેલું લસણ (crushed garlic, lehsun)
1/2 કપ સ્લાઇસ કરેલા લીલા કાંદાનો સફેદ ભાગ
1/2 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
1/2 કપ આડા કાપેલા ગાજર
1 કપ બીન સ્પ્રાઉટ્સ
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન સાકર (sugar)
1 ટીસ્પૂન સોયા સૉસ (soy sauce)
2 ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી
1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes) અથવા
સજાવવા માટે
1 ટેબલસ્પૂન શેકીને ભૂક્કો કરેલી મગફળી
1 ટેબલસ્પૂન સમારેલા લીલા કાંદાના પાન (chopped spring onion greens)
વિધિ
- એક વૉક / કઢાઇમાં ઉંચા તાપ પર તેલ ગરમ કરો, તેમાં લસણ અને ડુંગળી નાંખો અને મધ્યમ આંચ પર ૧ થી ૨ મિનિટ સાંતળી લો
- સિમલા મરચાં ઉમેરો અને મધ્યમ આંચ પર બીજી મિનિટ માટે સાંતળી લો.
- પછી ગાજર ઉમેરો અને ૧ મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- બીન સ્પ્રાઉટસ્ ઉમેરો અને ૧ મિનિટ માટે મધ્યમ આંચ પર સાંતળી લો.
- તેમાં લીંબુનો રસ, મરચું પાવડર, સાકર, સોયા સોસ અને મગફળી નાંખી, બરાબર મિક્સ કરી મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા ૧ મિનિટ માટે રાંધી લો.
- મીઠું અને પનીર ઉમેરી, ધીમા તાપે હલકા હાથે મિક્સ કરી મધ્યમ આંચ પર ૧ મિનિટ માટે રાંધી લો.
- નૂડલ્સ ઉમેરો, હળવેથી મિક્સ કરો અને મધ્યમ આંચ પર ક્યારેક ક્યારેક હલાવતા ૧ થી ૨ મિનિટ માટે રાંધી લો.
- મલેશિયન નૂડલ્સ ને મગફળી અને સમારેલા લીલા કાંદાના વડે સજાવીને તરત જ પીરસો.