You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > સંપૂર્ણ સલાડ > પનીર અને મકાઇનો ચટપટો સલાડ
પનીર અને મકાઇનો ચટપટો સલાડ

Tarla Dalal
07 July, 2022


Table of Content
આ સલાડ બનાવીને તમે જ્યારે ચાખશો ત્યારે તમને લાગશે કે તે વધુ માત્રામાં બનાવ્યું હોત તો સારૂ. આ પનીર અને મકાઇનો ચટપટો સલાડ એવા વિવિધ રંગ અને સ્વાદનું સંયોજન છે કે તે તમારા મનને જરૂર લલચાવશે અને તમે તેને ઝટપટ પૂરું કરશો. અહીં પનીરને સાંતળવામાં આવ્યું છે જેથી તેનો કાચો સ્વાદ દૂર થાય છે અને ખાવાલાયક બને. રસદાર મકાઇના દાણા, ખાટ્ટા ટમેટા, ચાવવા ગમે તેવા બટેટા અને કરકરા લીલા કાંદાની સાથે લીંબુના રસ વડે બનતા આ સલાડમાં ચટપટા ચાટ મસાલાનો ઉમેરો તેને વધુ રુચિકાર બનાવે છે અને આ બધાનું મિશ્રણ તમને જરૂર ગમશે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
2 Mins
Total Time
17 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
1 1/2 કપ બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
2 ટીસ્પૂન સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1 કપ બાફેલા બટાટાના ટુકડા (boiled potato cubes)
1 કપ સમારેલા લીલા કાંદાનો સફેદ ભાગ (chopped spring onions whites) અને
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ખુલ્લા પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં પનીરના ટુકડા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી પનીરના ટુકડા બ્રાઉન રંગના થાય ત્યાં સુધી સાંતળી લો. તે પછી તેને ઠંડા થવા બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓની સાથે પનીર મેળવી સરખી રીતે મિક્સ કરી લો.
- તરત જ પીરસો.