You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે
મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે

Tarla Dalal
02 January, 2025


Table of Content
શું તમે ફૂલકોબીના પાન વડે મોઢામાં પાણી છૂટી જાય એવો નાશ્તો બનાવવાનો ક્યારે વિચાર કર્યો છે? ચાલો ત્યારે, અહીં મગની દાળ અને ફૂલકોબીના પાનના સંયોજન વડે એક અનોખા અને સ્વાદિષ્ટ અપ્પે બનાવવામાં આવ્યા છે. ફૂલકોબીના પાન લોહનું એક ઉત્તમ સ્ત્રોત છે, જે આપણને દિવસભર સ્ફૂર્તિલા રહેવામાં મદદરૂપ બને છે.
આમ તો આ મગની દાળ અને ફૂલકોબીના પાનના અપ્પે બનાવવામાં સરળ છે, પણ તેને બનાવવા માટે થોડી પૂર્વ તૈયારી કરવી પડે છે, કારણકે અહીં દાળ પલાળવાની હોય છે. આ અપ્પે પીરસવાના સમય એ જ બનાવવા, કારણકે થોડા સમયમાં જ તે કડક થઈ જાય છે.
બીજા પૌષ્ટિક નાસ્તા પણ અજમાવો જેમ સ્પાઇસી સ્પ્રાઉટ્સ સૅન્ડવિચ અને લસણવાળી મઠ અને પાલકની ટીક્કી .
Tags
Preparation Time
5 Mins
Cooking Time
12 Mins
Total Time
17 Mins
Makes
12 અપ્પે
સામગ્રી
Main Ingredients
1/2 કપ પીળી મગની દાળ (yellow moong dal)
1/4 કપ સમારેલા ફૂલકોબીના પાન
1 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન તેલ ( oil ) , ચોપડવા માટે
પીરસવા માટે
વિધિ
- મગની દાળને સાફ કરી, ધોઈને જરૂરી પાણીમાં ૩ થી ૪ કલાક પલાળી રાખો.
- તે પછી તેને નીતારી મિક્સરમાં ૧/૪ કપ પાણી સાથે મિક્સ કરી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢી, તેમાં ફૂલકોબીના પાન, લીલા મરચાંની પેસ્ટ, જીરૂં અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક અપ્પે પૅનને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં ૧ ટીસ્પૂન જેટલું તેલ ચોપડી લો.
- તે પછી અપ્પેના દરેક બીબામાં ૧ ટેબલસ્પૂન જેટલું ખીરૂં રેડી તેને ઢાંકણ વડે ઢાંકી મધ્યમ તાપ પર તેની બહારની બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લીધા પછી દરેક અપ્પેને ફોર્ક (fork) વડે પલટાવી તેની બીજી બાજુ પણ રાંધી લો. અપ્પેના ૬ બીબામાં તમે એક સાથે ૬ અપ્પે તૈયાર કરી શકશો.
- રીત ક્રમાંક ૪ અને ૫ પ્રમાણે બીજા ૬ અપ્પે તૈયાર કરો.
- પૌષ્ટિક લીલી ચટણી સાથે તરત જ પીરસો.