You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > મિક્સ વેજીટેબલ પરોઠા
મિક્સ વેજીટેબલ પરોઠા

Tarla Dalal
21 November, 2018
-8692.webp)

Table of Content
આ ગુણકારી અને સ્વાદિષ્ટ પરોઠા એક મજેદાર સવારનો નાસ્તો ગણી શકાય જેને બીજી કોઇ વાનગી સાથે પીરસવાની જરૂર રહેતી નથી. તમારા ફ્રીજમાં હાજર હોય તેવા શાકભાજીનું મિશ્રણ કરી તમે આ પરોઠા તૈયાર કરી શકો છો. મસાલાનો છંટકાવ આ પરોઠાને સ્વાદિષ્ટ બનાવે છે જ્યારે કણિકમાં થોડું ઘી ઉમેરવાથી પરોઠા રાંધતી વખતે તેની ખુશ્બુમાં પણ વધારો થાય છે.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
25 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
40 Mins
Makes
5 પરોઠા માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 કપ મેંદો (plain flour , maida)
2 ટેબલસ્પૂન લો ફૅટ દૂધ (low fat milk)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 ટીસ્પૂન ઘી (ghee)
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
પૂરણ માટે
1 1/2 કપ સમારીને બાફેલી મિક્સ શાકભાજી (chopped and boiled mixed vegetables) (ફણસી , ગાજર , લીલા વટાણા અને ફૂલગોબી)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
3/4 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન લીંબુ (lemon)
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , રાંધવા માટે
પીરસવા માટે
વિધિ
- એક અર્ધ શેકેલી રોટીને સપાટ, સૂકી જગ્યા પર મૂકી, પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર પાથરી રોટીને વાળીને તેને અર્ધગોળાકાર બનાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી થોડા તેલની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી તેને શેકી લો.
- રીત ક્રમાંક ૧ અને ૨ પ્રમાણે બાકીના ૪ પરોઠા પણ તૈયાર કરી લો.
- તાજા દહીં સાથે ગરમ ગરમ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- પછી તેમાં મિક્સ શાક અને બટાટા મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં મીઠું, કોથમીર, લીલા મરચાં, મરચાં પાવડર અને ગરમ મસાલો મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી રાંધી લો.
- તેને તાપ પરથી નીચે ઉતારી થોડો સમય ઠંડું થવા દો.
- આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- એક ઊંડા બાઉલમાં ઘઉંનો લોટ, મેંદો, દૂધ, મીઠું અને ઘી મેળવીને તેમાં જરૂરી પાણી નાંખીને બહુ કઠણ નહીં અને બહું નરમ નહીં એવી કણિક તૈયાર કરો.
- આ કણિકના ૫ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા સૂકા ઘઉંના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર દરેક રોટી હળવી રીતે શેકી લીધા પછી તેને બાજુ પર રાખો.