કાશ્મીરી કાવ્હા ની રેસીપી | Kashmiri Kahwa, Kashmiri Tea
તરલા દલાલ દ્વારા
Added to 182 cookbooks
This recipe has been viewed 7012 times
આ એક હિમાલયન ખીણ પ્રદેશમાં પીવાતું ભારતીય મસાલાવાળું મનને આનંદ આપનાર પીણું છે જે કાશ્મીરી કાવ્હા તરીકે પ્રખ્યાત છે.
આ કાશ્મીરી કાવ્હામાં લીલી ચહા સાથે વિવિધ મસાલા તથા તજ અને એલચી મેળવીને તૈયાર કરી તેમાં જરાક જેટલી કેસરનું પ્રમાણ ઉમેરી બદામ વડે સજાવીને પીરસવામાં આવે છે.
આમ આ ચહાનો એક કપ, આપણી શક્તિને ઉત્તેજિત કરવામાં અને તેની મધુર સુવાસ આપણને પ્રફુલિત અને આનંદીત કરવામાં કોઇ કસર છોડતી નથી.
બીજી વિવિધ પીણાંની રેસીપી પણ અજમાવો.
કાશ્મીરી કાવ્હા ની રેસીપી બનાવવા માટે- એક નાના બાઉલમાં ૧ ટેબલસ્પૂન હુંફાળા ગરમ પાણીમાં કેસર મેળવીને સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- હવે એક સૉસ-પૅનમાં ૨ કપ પાણી ઉકાળી તેમાં તજ, એલચી, લવિંગ અને સાકર મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર લગભગ ૩ થી ૪ મિનિટ સુધી ઉકાળી લો.
- હવે તાપને સહજ ઓછું કરી તેમાં તેમાં કાશ્મીરી લીલી ચહા મેળવી સારી રીતે મિક્સ કરી ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી ઉકાળી લો.
- આમ તૈયાર થયેલી ચહાને એક ઊંડા બાઉલમાં ગરણી વડે ગાળી લો.
- આ મિશ્રણને એક સૉસ-પૅનમાં રેડી તેમાં કેસર-પાણીનું મિશ્રણ અને બદામ મેળવી સારી રીતે મિક્સ કરી ફરી તેને ધીમા તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
- કાશ્મીરી કાવ્હા તરત જ પીરસો.
Other Related Recipes
કાશ્મીરી કાવ્હા ની રેસીપી has not been reviewed
1 FAVOURABLE REVIEW
The most Helpful Favourable review
Reviewed By
Love good recipes,
April 23, 2013
Cloves, cinnamon and ginger make the perfect warm drink to soothe your throat with the lovely flavor of saffron.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe