You are here: હોમમા> કદ્દૂ કા ભરતા
કદ્દૂ કા ભરતા

Tarla Dalal
02 January, 2025
-16792.webp)

Table of Content
કોળું એક એવું મજેદાર શાક છે, જે એસિડિટી દૂર કરવા માટેની કુદરતી ભેટ છે. ક્ષારતાથી ભરપુર આ શાકની વાનગી એવી સ્વાદિષ્ટ તૈયાર થાય છે, કે તે એસિડિટી ધરાવનારને ખૂગ જ ગમશે અને માફક પણ આવશે. વિચારીપૂર્વક નક્કી કરેલા વિવિધ મસાલા અને કાંદા વડે આ કોળાના ભરતાનો સ્વાદ અને સુવાસ મજેદાર છે જે મેથીની રોટી સાથે માણવા જેવો છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
13 Mins
Total Time
23 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
કદ્દૂ કા ભરતા બનાવવા માટે
4 કપ સમારેલું કોળું
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન વરિયાળી (fennel seeds (saunf)
1/2 ટીસ્પૂન કલોંજી
1/4 ટીસ્પૂન મેથીના દાણા (fenugreek (methi) seeds)
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
મીઠું (salt) , સ્વાદાનુસાર
કદ્દૂ કા ભરતા ના સજાવવા માટે
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
વિધિ
- કડ્ડુ કા ભરતા બનાવવા માટે પ્રેશર કૂકરમાં તેલ ગરમ કરો અને તેમાં જીરું ઉમેરો. જ્યારે દાણા તડકે છે ત્યારે તેમાં વરિયાળી, નિજેલા બીજ અને મેથીના દાણા ઉમેરો.
- કાંદા ઉમેરો અને પારદર્શક ન થાય ત્યાં સુધી સાંતળો.
- કોળું, હિંગ, હળદર પાવડર, મરચું પાવડર, અને મીઠું મેળવી ૧/૨ કપ પાણી ઉમેરીને સારી રીતે મિક્સ કરો અને પ્રેશર કુકરની 2 થી 3 સીટી સુધી પ્રેશર કૂક કરવું જેથી કોળું મસળી જાય.
- આમચુર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. કોળામાંથી તેલ અલગ ન થાય ત્યાં સુધી સાંતળો.
- કડ્ડુ કા ભરતા ને કોથમીર થી સજાવી ને ગરમાગરમ સર્વ કરો