You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > જમણની સાથે > ડીપ્સ્ / સૉસ > હોમમેઇડ આલ્મન્ડ બટર
હોમમેઇડ આલ્મન્ડ બટર

Tarla Dalal
02 January, 2025


Table of Content
બદામ બટર રેસીપી | હોમમેઇડ આલ્મન્ડ બટર ની રેસીપી | બદામના માખણની રેસીપી | almond butter recipe in gujarati | with 18 amazing images.
ખૂબ ચીવટ રાખીને એક અજોડ સુગંધી અને મોઢામાં પાણી છૂટે એવું આલ્મન્ડ બટર ઘરે બનાવવું એટલે એક ખાસ એવો અનુભવ ગણાય જેનું વર્ણન ન કરી શકાય. જ્યારે તમે આલ્મન્ડ બટર બનાવવાનું વિચારો ત્યારે તમે એક ખાસ પ્રકારના સ્વાદની ધારણા કરશો, પણ આ માખણ તો તમે ધારેલી ખુશ્બુથી પણ વધુ સરસ સુવાસ આપે છે, કારણકે તેમાં બદામને પીસવા પહેલાં શેકવામાં આવી છે. તેમાં બહું થોડું નાળિયેરનું તેલ ઉમેરવાથી માખણની પૌષ્ટિક્તા તો વધે છે ઉપરાંત તેની ખુશબોઇમાં પણ વધારો થાય છે.
બદામ બટરમાં પ્રોટીન સારી માત્રામાં હોય છે, તે ઉપરાંત તેમાં મેળવેલું નાળિયેરનું તેલ પૌષ્ટિક ચરબી એટલે મધ્યમ ટ્રાઇગ્લીસેરાઇડ્સ (triglycerides) ધરાવે છે. બજારમાં મળતા નુકશાનકારક તૈયાર બદામના માખણ કરતાં તેને ઘરે બનાવવું અતિ ઉત્તમ છે, કારણકે બજારના માખણમાં સારા પ્રમાણમાં સાકર અને હાઇડ્રોજેનેટેડ વેજીટેબલ ચરબી મેળવેલી હોય છે જે આપણા માટે હાનિકારક છે. આમ પણ કિંમતમાં પણ તે બજારના ભાવથી સસ્તું તૈયાર થાય છે. આ માખણમાં એવું જરૂરી નથી કે તેમાં મોંઘી બદામનો જ ઉપયોગ કરવો, કારણકે અહીં આપણને બદામને પીસવાની જ છે.
અહીં તમને એક વાતનું ધ્યાન રાખવાનું છે કે બદામને પીસતી વખતે મિક્સરને થોડી ધીરજથી ધીમે-ધીમે અડધી-અડધી મિનિટે બંધ કરતાં રહેવું નહીં તો મિક્સર જલ્દી ગરમ થઇ જશે. તૈયાર કરેલા બદામના માખણને બરણીમાં ભરીને જો ફ્રીજમાં રાખશો તો ૨૫ દીવસ અને બહાર સામાન્ય તાપમાન પર રાખશો તો તે ૧૫ દીવસ તાજું રહેશે. પણ જો તમે તેને ફ્રીજમાં જ રાખશો તો પછી વાપરો ત્યાં સુધી ફ્રીજમાં જ રાખવું જરૂરી છે. જ્યારે તમને ભૂખ લાગે ત્યારે એક મોટા ચમચા જેટલું માખણ આરોગવું. આ બદામનું માખણ વજનની ફીકર કરવાવાળા માટે પણ ઉત્તમ નાસ્તો છે, કારણકે તેમાં રહેલી યોગ્ય ચરબી તમને વધુ સમય સુધી તૃપ્ત રાખે છે. આવી જ બીજી વાનગી એટલે હોમમેડ પીનટ બટર, હુમુસ વગેરેનો સ્વાદ પણ માણવા જેવો છે.
Tags
Preparation Time
2 Mins
Cooking Time
5 Mins
Total Time
7 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
બદામ બટર માટે
2 1/4 કપ બદામ
1 ટેબલસ્પૂન સેન્દ્રિય નાળિયેરનું તેલ
1/4 ટીસ્પૂન આખું મીઠું (sea salt (khada namak)
વિધિ
- બદામ બટરની રેસીપી બનાવવા માટે, બદામને એક પહોળા નોન-સ્ટીક પેનમાં મધ્યમ તાપ પર વચ્ચે-વચ્ચે હલાવતા રહી ૫ મિનિટ સુધી સૂકુ શેકી લો.
- એક પ્લેટમાં કાઢીને સંપૂર્ણપણે ઠંડુ થવા દો.
- જ્યારે ઠંડુ થાય, ત્યારે ૧/૪ કપ શેકેલી બદામને બાજુ પર રાખો અને તેને મોર્ટાર પેસ્ટલમાં દરદરૂ કુટી લો.
- બાકીની શેકેલી બદામને મોટા મિક્સરમાં નાખો.
- તેને ૫ થી ૭ મિનિટ સુધી બ્લેન્ડ કરો જ્યાં સુધી તે ઘટ્ટ પેસ્ટ ન બને.
- સેન્દ્રિય નાળિયેરનું તેલ અને આખું મીઠું ઉમેરો અને ફરીથી ૩ થી ૪ મિનિટ માટે અથવા સુવાળું થાય ત્યાં સુધી પીસો.
- એક ઊંડા બાઉલમાં કાઢી લો અને તેમાં દરદરી પીસેલી બદામ નાખીને બરાબર મિક્સ કરો.
- હોમમેઇડ આલ્મન્ડ બટરને પીરસો અથવા એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો અને જરૂર મુજબ ઉપયોગ કરો.