You are here: હોમમા> ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક
હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ હરીયાળી પનીર અને બટાટાની પૅનકેક એક બહુલક્ષી અને ચડિયાતી વાનગી છે જે મહેફિલોમાં તો પીરસી શકાય એવી છેજ, સાથેજ તેના મજેદાર સ્વાદને કારણે બાળકોની પણ મનપસંદ વાનગી છે. આ બે પડ વાળી પૅનકેકમાં સ્વાદિષ્ટ પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પૌષ્ટિક પાલકનું થર પાથરવામાં આવે છે. જ્યારે આ પૅનકેકની ઉપર પીઝા સૉસ પાથરીને પીરસવામાં આવે છે ત્યારે તે ખાવાનાં શોખીનોનું પ્રિય ભોજન બને છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
5 પૅનકેક
સામગ્રી
પાલકના થર માટે
1 1/2 કપ સમારેલી પાલક (chopped spinach)
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પનીર અને બટાટાની પૅનકેક માટે
1/2 કપ ખમણેલું પનીર
3/4 કપ બાફી છોલીને ખમણેલા બટાટા
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન મેંદો (plain flour , maida)
અન્ય સામગ્રી
તેલ ( oil ) , ચોપડવા અને શેકવા માટે
5 ટેબલસ્પૂન લીંબુ (lemon)
5 ટીસ્પૂન ખમણેલું પનીર
વિધિ
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી અને થોડું તેલ ચોપડી લો.
- ગરમ તવા પર, થોડા તેલની મદદથી, દરેક પનીર અને બટાટાની પૅનકેકને, બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- તૈયાર પાલકના મિશ્રણના દરેક ભાગને, તૈયાર થયેલ દરેક પનીર અને બટાટાની પૅનકેકની ઉપર પાથરી, થર બનાવી લો.
- હવે દરેક પૅનકેકની ઉપર ૧ ટેબલસ્પૂન પીઝા સૉસ અને ૧ ટીસ્પૂન પનીર પાથરી, એક નૉન-સ્ટીક તવા પર, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી શેકી લો.
- તરત જ પીરસો.
- બધી સામગ્રીને એક બાઉલમાં ભેગી કરીને સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી, દરેક ભાગને, તમારા બન્ને હાથની હથેળીથી દબાવીને ૫૦મી. મી. (૨”) વ્યાસના પાતળા, સપાટ અને ગોળાકાર પૅનકેક તૈયાર કરો. તૈયાર થયેલ પૅનકેકને બાજુ પર રાખો.
- એક નૉન-સ્ટીક તવામાં તેલ ગરમ કરો અને તેમા કાંદા ઉમેરી તેને મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- હવે તેમાં લીલા મરચાં ઉમેરો અને મધ્યમ તાપ પર વધુ થોડી સેકંડ સુધી સાંતળી લો.
- હવે તેમાં પાલક, મેથીની ભાજી અને મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.