મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  અમેરીકન વ્યંજન >  ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી

ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી

Viewed: 10359 times
User 

Tarla Dalal

 02 January, 2025

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

આ ઠંડા સૅન્ડવીચમાં તમને જોઇતી બધી મજા જેવી કે મજેદાર પૂરણ, તાજગી, સ્વાદ વગેરે મળી રહે છે. આ ક્રીમ ચીઝ સૅન્ડવીચ આનંદદાઇ પણ એટલું જ છે કારણકે તેમાં વિચારપૂર્વકનું સંયોજન છે એટલે કે રસદાર અને કરકરી શાકભાજી અને ક્રીમ ચીઝ, હર્બસ અને મસાલા વગેરે.

આ સૅન્ડવીચ બનાવવામાં પણ અતિ સરળ અને ઝટપટ તૈયાર કરી શકાય છે કારણકે તેમાં વપરાતી બધી વસ્તુઓ તમારા રેફ્રીજરેટરમાં હાજર જ હશે, એટલે જ્યારે પણ તમને ભૂખ લાગે ત્યારે થોડા સમયમાં તે બનાવી શકશો. બાળકો તથા વડીલોને આ ચીઝ સૅન્ડવીચ પ્રેમથી આરોગવાની મજા આવશે.

Preparation Time

15 Mins

Cooking Time

0 Mins

Total Time

15 Mins

Makes

4 સૅન્ડવીચીઝ

સામગ્રી

ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે

બીજી જરૂરી વસ્તુઓ

વિધિ

  1. ક્રીમ ચીઝ સૅન્ડવીચ ની રેસીપી બનાવવા માટે, તેયાર કરેલા પૂરણના ૪ સરખા ભાગ પાડીને બાજુ પર રાખો.
  2. હવે બ્રેડની બધી સ્લાઇસની બાજુઓ કાપીને દરેક બ્રેડ પર ૧/૨ ટીસ્પૂન માખણ ચોપડી લો.
  3. હવે બ્રેડની એક સ્લાઇસ પર તૈયાર કરેલા પૂરણનો ૧ ભાગ સરખી રીતે પાથરી લીધા પછી તેની પર બ્રેડની એક સ્લાઇસનો માખણ ચોપડેલો ભાગ અદંર રહે તે રીતે સ્લાઇસ મૂકો.
  4. રીત ક્રમાંક ૩ મુજબ બીજા વધુ ૩ સૅન્ડવીચ તૈયાર કરો.
  5. દરેક સૅન્ડવીચને ત્રિકોણ આકારમાં કાપીને ૨ ટુકડા કરીને પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ