You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ડબ્બા ટ્રીટસ્ > બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
વધુ એક અતિ પ્રખ્યાત રોટી એટલે બાજરીની રોટી. નવીનતાભરી આ બાજરી લીલા વટાણાની રોટીમાં પેટને માફક આવે એવા બાફેલા અને છૂંદેલા લીલા વટાણા છે જેના વડે તે સ્વાદિષ્ટ અને સંતોષકારક પણ લાગે છે.
સારી માત્રમાં ઉમેરેલી કોથમીર આ વાનગીને સુગંધી બનાવે છે અને તેમાં ઉમેરેલી આદૂ-લીલા મરચાંની થોડી પેસ્ટ અને મરી તેને વધુ મજેદાર બનાવે છે. અહીં ખાસ યાદ રાખવાનું કે આ બાજરીની રોટી ગરમા ગરમ જ પીરસવી જેથી તમે તેની સુગંધ અને બનાવટની મજા માણી શકો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
8 રોટી માટે
સામગ્રી
Main Ingredients
બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે
1 કપ બાજરીનો લોટ (bajra flour)
1/2 કપ ઉકાળીને મસળેલા લીલા વટાણા
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બાજરીનો લોટ (bajra flour) , વણવા માટે
2 ટીસ્પૂન તેલ ( oil ) , રાંધવા માટે
વિધિ
- બાજરી લીલા વટાણાની રોટી ની રેસીપી બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી જરૂરી ગરમ પાણી સાથે નરમ કણિક બનાવી લો.
- આ કણિકના ૮ સરખા ભાગ પાડી લો.
- એક ભાગને રોટલી વણવાના પાટલા પર મૂકી સૂકા લોટની મદદથી આંગળીઓ વડે ધીરે ધીરે થાપીને ૧૫૦ મી. મી. (૬")ના વ્યાસના ગોળાકારમાં વણી લો.
- હવે એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૩/૪ ટીસ્પૂન તેલ વડે રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ વધુ ૭ રોટી તૈયાર કરી લો.
- તરત જ પીરસો.