You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | > મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી

Tarla Dalal
06 November, 2016


Table of Content
મિસી રોટીની અસાધારણ સોડમ, તેમાં વપરાતા ચણાના લોટને કારણે હોય છે, છતાં તેની કણિકમાં અલગ અલગ લોટનું મિશ્રણ અને સોયાના લોટનો ઉમેરો પણ તેની સ્વાદિષ્ટતામાં જરા પણ ઘટાડો નથી કરતી.
કસૂરી મેથી અને બીજા મસાલાઓ તેને સ્વાદિષ્ટ અને ખુશ્બુદાર બનાવે છે. રોટી નરમ અને સ્વાદિષ્ટ બને તે માટે મે આ રોટીને જાડી બનાવી છે , પણ તમે ધારો તો તેને પાતળી વણી શકો છો. તમે તેને સવારના નાસ્તામાં અથવા તમારા કોઇપણ મનપસંદ શાક સાથે પીરસી શકો છો. મારી સલાહ પ્રમાણે તમે મિસી રોટીને ભરવાં આલૂ, સબ્ઝ કોરમા અથવા કઢાઇ ટોફૂ સાથે માણી શકો છો.
મિસી રોટી, રાજસ્થાનની મિસી રોટી - Missi Rotis, Rajasthani Missi Roti recipe in Gujarat
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
50 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
65 Mins
Makes
12 જાડી રોટી માટે
સામગ્રી
Main Ingredients
1/2 કપ ચણાનો લોટ ( besan )
1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 કપ મેંદો (plain flour , maida)
3 ટેબલસ્પૂન સોયાનો લોટ (soy flour)
1 ટેબલસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
૧/૨ ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
એક ચપટીભર હીંગ (asafoetida, hing)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/8 ટીસ્પૂન સોયા તેલ , મસળવા માટે
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
1 ટેબલસ્પૂન સોયા તેલ , રાંધવા માટે
વિધિ
- એક બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, જરૂરી પાણી મેળવી, મસળીને નરમ અને સુંવાળી કણિક તૈયાર કરો અને ૧૦ મિનિટ બાજુ પર રાખો.
- હવે કણિકને સોયા તેલની મદદથી ફરીથી મસળીને સુંવાળું બનાવી, કણિકના ૧૨ સરખા ભાગ પાડો.
- હવે એક ભાગને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના જાડા ગોળાકારમાં થોડા લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવા પર તૈયાર કરેલી રોટીને, મધ્યમ તાપ પર, ૧/૨ ટીસ્પૂન સોયા તેલની મદદથી, રોટીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- ઉપર પ્રમાણે બાકી રહેલા કણિકના ભાગ વડે બાકીની ૧૧ રોટી પણ તૈયાર કરી લો.
- ગરમ ગરમ પીરસો.