You are here: હોમમા> ઝટ-પટ વ્યંજન > ઝટ-પટ સ્નૅક્સ્ રેસીપી , ઝટ-પટ સ્ટાર્ટસ્ રેસીપી > તવા ચણા
તવા ચણા

Tarla Dalal
09 November, 2018


Table of Content
જ્યારે તમે રસ્તામાં ફેરીયાઓને ગરમ-ગરમ ચણા વહેચતાં જોવો છો ત્યારે તમને જરૂરથી ભુખ લાગે છે.
તમને નથી લાગતુ કે, તમારી બગીચાની કૉકટેલ પાર્ટીમાં, તવા ચણા એક અદભૂત નાસ્તો બનશે? મસાલેદાર સ્વાદિષ્ટ કાબુલી ચણા અને પાપડી, તમારા મહેમાનોને જરૂરથી ભાવશે અને તેમને હંમેશાં યાદ રહેશે.
તવા ચણા - Tava Chana recipe in Gujarati
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
10 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
25 Mins
Makes
3 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
2 કપ પલાળેલા અને ઉકાળેલા કાબુલી ચણા (boiled kabuli chana)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ (ginger-garlic (adrak-lehsun) paste)
1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1 ટીસ્પૂન તંદૂરી મસાલો
1/2 ટીસ્પૂન લીંબુ (lemon)
1 ટેબલસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1/2 ટેબલસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પીરસવા માટે
વિધિ
- એક નૉન-સ્ટીક તવા પર તેલ ગરમ કરી, કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તેમાં આદૂ-લસણની પેસ્ટ, ટમેટા અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે તેમાં લાલ મરચાંનો પાવડર, લીલા મરચાં, હળદર, ધાણા-જીરું પાવડર, તંદુરી મસાલો, ચાટ મસાલો, આમચૂર, કોથમીર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ, સતત હલાવતા રહી, રાંધી લો.
- હવે તેમાં કસૂરી મેથી, કાબુલી ચણા, ૨ ટેબલસ્પૂન પાણી અને મીઠું મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ, સતત હલાવતા રહી, રાંધી લો.
- પાપડી સાથે ગરમા ગરમ પીરસો.