You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > પનીર ટીક્કા પુલાવ
પનીર ટીક્કા પુલાવ

Tarla Dalal
19 December, 2016


Table of Content
આ તાજગીભરી આઇસ્ડ કોફી મૉકા કોફીમાં પ્રખ્યાત સુગંધી કોફીની સાથે કોકોના મજેદાર મેળવણ વડે તૈયાર થાય છે.
ઘણા લોકો આ કોફીમાં બધી વસ્તુઓ એક સાથે મેળવીને તેને તૈયાર કરી લે છે, પણ જો તેની ખરેખર મજેદાર સુવાસ માણવી હોય, તો તમારે કોકો અને દૂધનું મિશ્રણ તથા કોફી અને પાણીનું મિશ્રણ અલગથી તૈયાર કરીને તેને બરફના ટુકડાઓ પર રેડી આ રેસીપી મુજબ બનાવી જોઇએ. જ્યારે તમે આ રીતે કોફી બનાવશો, ત્યારે તમને એક નવો આનંદ અનુભવવા મળશે તેની મને ખાત્રી છે.
આઇસ્ડ કોફી મૉકા ની રેસીપી - Iced Coffee Mocha recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
6 માત્રા માટે
સામગ્રી
પનીર ટીક્કા માટે
1 1/2 કપ પનીરના ચોરસ ટુકડા (paneer cubes)
1/2 કપ સિમલા મરચાંના ટુકડા (capsicum cubes)
1/2 કપ કાંદાના ટુકડા (onion cubes)
1/2 કિલોગ્રામ દહીં (curd, dahi)
1/2 ટીસ્પૂન ચણાનો લોટ ( besan )
1 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/2 ટીસ્પૂન કસૂરી મેથી (dried fenugreek leaves (kasuri methi)
1/2 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
2 ટેબલસ્પૂન તેલ ( oil )
ભાત માટે
1 1/2 કપ બાસમતી ચોખા (basmati chawal) , ૧૫ મિનિટ પલાળીને નીતારી લીધેલા
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 તમાલપત્ર (bay leaf (tejpatta)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini) નો ટુકડો
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
1 ટેબલસ્પૂન તેલ ( oil )
સજાવવા માટે
વિધિ
આગળની રીત
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, તેમાં પનીર ટીક્કા અને ભાત મેળવી હળવેથી મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- ફૂદીનાની ડાળખી વડે સજાવીને ગરમ ગરમ પીરસો.
પનીર ટીક્કા માટે
- એક બાઉલમાં ઘટ્ટ દહીં, ચણાનો લોટ, આદૂની પેસ્ટ, લસણની પેસ્ટ, મરચાં પાવડર, કસૂરી મેથી, ગરમ મસાલો, કોથમીર, મીઠું અને ૧ ટેબલસ્પૂન તેલ મેળવી સારી રીતે મિક્સ કરી મૅરિનેડ તૈયાર કરો.
- તે પછી તેમાં પનીર, સિમલા મરચાં અને કાંદા મેળવી હળવેથી મિક્સ કરી ૧૦ થી ૧૫ મિનિટ સુધી મૅરિનેટ થવા બાજુ પર રાખો.
- પનીર, સિમલા મરચાં અને કાંદાને ૪ સ્ક્યુઅર સ્ટીક પર ગોઠવી લો.
- બાકી રહેલું ૧ ટેબલસ્પૂન તેલ તવા પર ગરમ કરી, પનીર ટીક્કાને તેની પર ગોઠવીને ૪ થી ૫ મિનિટ સુધી તે દરેક બાજુએથી લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો. પછી તેને સ્ક્યુઅરમાંથી કાઢી બાજુ પર રાખો.
ભાત માટે
- એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં જીરૂ, લવિંગ, તમાલપત્ર અને તજ મેળવી મધ્યમ તાપ થોડી સેકંડ સુધી સાંતળી લો.
- જ્યારે જીરૂ તતડવા માંડે, ત્યારે તેમાં ચોખા અને મીઠું મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ૩ કપ ગરમ પાણી મેળવી, પૅનને ઢાંકી મધ્યમ તાપ પર ૧૦ થી ૧૫ મિનિટ અથવા ચોખા બરોબર રંધાઇ જાય ત્યાં સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હલકા હાથે કાંટા (fork)ની મદદથી ભાતના દરેક દાણા છુટા પાડી બાજુ પર રાખો.