You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મુઘલાઇ વ્યંજન > કાચા કેળાના કોફ્તા
કાચા કેળાના કોફ્તા

Tarla Dalal
02 January, 2025


Table of Content
મોગલ લોકો દરેક સામગ્રીનો પોતાની રસોઇમાં વ્યવસ્થિત રીતે ઉપયોગ કરતાં હતા અને તે પણ અસામાન્ય રીતે. આ વાનગીમાં પણ નામ પ્રમાણે કાચા કેળાના કોફ્તા પણ ફળનો ઉપયોગ કરી તૈયાર કરવામાં આવ્યા છે. કાચા કેળામાં થોડા મસાલા ભેગા કરી, તળીને અદભૂત સ્વાદિષ્ટ કોફ્તા તૈયાર કરવામાં આવ્યા છે. આ કોફ્તાનો સ્વાદ મીઠી મધવાળી અસામાન્ય ગ્રેવીમાં રંધાઇને જ્યારે પીરસો તો દરેકને ભાવશે એની ખાત્રી છે.
Tags
Preparation Time
20 Mins
Cooking Time
20 Mins
Total Time
40 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1 કપ બાફી છોલીને છૂંદેલા કાચા કેળા
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન આદુ-લીલા મરચાંની પેસ્ટ (ginger-green chilli paste)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/4 ટીસ્પૂન તાજો પીસેલો કાળા મરીનો પાવડર (freshly ground black pepper)
2 ટેબલસ્પૂન કોર્નફલોર
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
કરી માટે
3 ટેબલસ્પૂન ઘી (ghee)
25 મિલીમીટર તજ (cinnamon, dalchini)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1 કપ ટામેટાનું પલ્પ
6 ટેબલસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
4 ટીસ્પૂન દૂધ (milk)
2 ટીસ્પૂન મધ ( Honey )
સજાવવા માટે
2 ટીસ્પૂન તાજું ક્રીમ (fresh cream)
વિધિ
- બધા કોફ્તાને એક પીરસવાની ડીશમાં ગોઠવી, તેની પર તૈયાર કરેલી ગ્રેવી રેડીને ક્રીમ વડે સજાવીને તરત જ પીરસો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં એલચી, લવિંગ અને તજ મેળવો.
- જ્યારે તે તતડવા માંડે, ત્યારે તેમાં કાંદાની પ્યુરી મેળવી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી અથવા કાંદાની પ્યુરી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં મરચાં પાવડર અને મીઠું મેળવી મધ્યમ તાપ પર થોડી સેકંડ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ટમેટાનું પલ્પ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩ થી ૪ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ક્રીમ અને દૂધ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી રાંધી લો.
- હવે તેને તાપ પરથી નીચે ઉતારી, તેમાં સાકર અને મધ મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
- એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ગોળાકારમાં વાળીને કોફ્તા તૈયાર કરી લો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં કોફ્તા નાંખી તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો. તે પછી તેને નીતારીને ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.