You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > મહારાષ્ટ્રીયન રેસીપી > ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી
ચણાદાળ અને નાળિયેરની પૂરણપોળી

Tarla Dalal
30 January, 2025


Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
6 પૂરણપોળી
સામગ્રી
કણિક માટે
1 કપ મેંદો (plain flour , maida)
1 ટેબલસ્પૂન ઘી (ghee)
મેંદો (plain flour , maida) , વણવા માટે
પૂરણ માટે
1/2 કપ ચણાની દાળ (chana dal)
3/4 કપ સમારેલો ગોળ
2 ટેબલસ્પૂન ખમણેલું સૂકું નાળિયેર (grated dry coconut, kopra)
1 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
1/4 ટીસ્પૂન જાયફળનું પાવડર (nutmeg (jaiphal) powder)
બીજી જરૂરી વસ્તુઓ
મેંદો (plain flour , maida) , વણવા માટે
ઘી (ghee) , ચોપડવા માટે
વિધિ
- કણિકના દરેક ભાગને ૧૨૫ મી. મી. (૫”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- પૂરણનો એક ભાગ તેની મધ્યમાં મૂકી રોટીની બધી બાજુઓ ભેગી કરી, હલકી રીતે દબાવી ફરી તેને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં મેંદાના લોટની મદદથી વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી તેની પર પૂરણપોળીની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી રાંધી લો.
- દરેક પૂરણપોળી પર થોડું ઘી ચોપડીને તરત જ પીરસો.
- એક બાઉલમાં મેંદો અને ઘી મેળવી તેમાં જરૂરી પાણી મેળવી નરમ કણિક તૈયાર કરો.
- આ કણિકને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- ચણાની દાળને જરૂરી ગરમ પાણીમાં ૨ થી ૩ કલાક પલાળી રાખો.
- તે પછી તેને નીતારી, તેમાં ૧ કપ પાણી મેળવી પ્રેશર કુકરની ૨ સીટી સુધી બાફી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- દાળ જ્યારે ઠંડી થાય તે પછી તેમાં ગોળ મેળવી તેને મિક્સરમાં ફેરવી સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આમ તૈયાર થયેલા મિશ્રણને માઇક્રોવેવ પ્રુફ પ્લેટમાં કાઢી તેમાં નાળિયેર, એલચી પાવડર અને જાયફળ પાવડર મેળવી સારી રીતે મિક્સ કરી લો. તેને સરખી રીતે પાથરી માઇક્રોવેવમાં ઉંચા તાપ પર ૪ મિનિટ સુધી વચ્ચે દર એક મિનિટે હલાવતા રહી રાંધી લો.
- આમ તૈયાર થયેલા પૂરણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.