You are here: હોમમા> મીઠી પોંગલ રેસીપી
મીઠી પોંગલ રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
મીઠી પોંગલ રેસીપી | ચક્ર પોંગલ | દક્ષિણ ભારતીય મીઠી પોંગલ | sweet pongal in gujarati.
ચક્ર પોંગલ એક મીઠી વાનગી છે જે દક્ષિણ ભારતમાં ઘણા તહેવારોમાં તૈયાર થાય છે. સંક્રાંતિના દિવસે, તે ખાસ છે કારણ કે તે ઝડપથી ચોખામાંથી બનાવવામાં આવે છે. ટોચ પર ઘી ઘણું રેડવાનું ભૂલશો નહીં કારણ કે તે ઘી છે જે પોંગલને ખાસ સુગંધ, સ્વાદ અને દેખાવ આપે છે.
મીઠી પોંગલ અનિવાર્યપણે પોંગલ તહેવાર માટે બનાવવામાં આવે છે. તાજા કાપેલા ચોખા, જો ઉપલબ્ધ હોય તો અને નવા માટીના વાસણનો વપરાસ કરીને મીઠી પોંગલ બનાવવામાં આવે છે!
Tags
Preparation Time
5 Mins
Cooking Time
30 Mins
Total Time
35 Mins
Makes
5 માત્રા માટે
સામગ્રી
મીઠી પોંગલ માટે
1/2 કપ ચોખા (chawal)
1/4 કપ પીળી મગની દાળ (yellow moong dal)
1 કપ સમારેલો ગોળ
2 ટેબલસ્પૂન ઘી (ghee)
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
2 ટેબલસ્પૂન ટુકડા કરેલા કાજૂ (broken cashew nut (kaju)
2 ટેબલસ્પૂન કિસમિસ
વિધિ
- એક નાના નોન-સ્ટીક પેનને ગરમ કરો, તેમાં ચોખા અને પીળી મગની દાળ ઉમેરો અને મધ્યમ તાપ પર ૪ મિનિટ સુધી સૂકી શેકી લો.
- સૂકા શેકેલા ચોખા અને પીળી મગની દાળના મિશ્રણને ધોઈને તેને ગાળી લો.
- ગાળી લીધેલા ચોખા અને પીળી મગની દાળના મિશ્રણ અને ૩ કપ પાણી મેળવી, પ્રેશર કુકરમાં ૬ સીટી સુધી બાફી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળ નીકળી જવા દો.
- ચમચીના પાછળના ભાગનો ઉપયોગ કરીને તેને સારી રીતે મેશ કરો. બાજુ પર રાખો.
- એક ઊંડા નોન-સ્ટીક પેનમાં ૧/૪ કપ પાણી ગરમ કરો, તેમાં ગોળ અને ૧ ટેબલસ્પૂન ઘી ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા ૨ મિનિટ સુધી રાંધી લો.
- ચોખા-પીળી મગની દાળનું મિશ્રણ, ઈલાયચી પાવડર અને જાયફળ પાવડર ઉમેરો, સારી રીતે મિક્સ કરો અને મધ્યમ તાપ પર સતત હલાવતા ૨ મિનિટ સુધી રાંધી લો. બાજુ પર રાખો.
- એક નાના નોન-સ્ટીક પેનમાં બાકીનું ૧ ટેબલસ્પૂન ઘી ગરમ કરો, કાજુ અને કીસમીસ ઉમેરો અને મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સાંતળી લો.
- આને તૈયાર કરેલા પોંગલમાં ઉમેરો અને બરાબર મિક્સ કરો.
- ગરમા ગરમ પીરસો.