You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય મીઠાઈ | ઈંડા વગરની ભારતીય મીઠાઈ | > ડૅઝર્ટસ્ ના આધારીત વ્યંજન > મીઠી બુંદી
મીઠી બુંદી

Tarla Dalal
29 March, 2020


Table of Content
ચણાના લોટની નાની નાની બુંદી ઘી માં તળીને સાકરની ખુશ્બુદાર ચાસણીમાં ડુબાડીને તૈયાર થતી આ બુંદી એક પરંપરાગત ભારતીય મીઠાઇ છે.
જેમાં મસાલા મેળવીને કે બદામની ચીરી વડે સજાવીને માણી શકાય અથવા તેને બીજી મીઠાઇઓ પર સજાવવા વાપરી શકાય. તમે એને નવી રીતે આઇસક્રીમની ઉપર પણ સજાવી શકો.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
25 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
ચાસણી માટે
1 કપ સાકર (sugar)
કેસર (saffron (kesar) strands) , ૨ ટેબલસ્પૂન
બીજી જરૂરી વસ્તુઓ
1 કપ ચણાનો લોટ ( besan )
ઘી (ghee) , તળવા માટે
સજાવવા માટે
1/2 ટીસ્પૂન એલચીનો પાવડર (cardamom (elaichi) powder)
1 ટીસ્પૂન પિસ્તાની કાતરી (pistachio slivers)
1 ટીસ્પૂન બદામની કાતરી (almond slivers)
વિધિ
આગળની રીત
- એક બાઉલમાં ૧/૨ કપ પાણી સાથે ચણાનો લોટ મેળવી સારી રીતે મિક્સ કરીને ખાત્રી કરો કે તેમાં ગઠ્ઠા ન રહે તે પછી તેને બાજુ પર રાખો.
- એક કઢાઇમાં ઘી ગરમ કરી તેમાં ૩ થી ૪ ટેબલસ્પૂન ખીરૂ લઇ બુંદીના જારા પર મુકો જેથી બુંદી ગરમ ઘી માં પડે.
- આ બુંદીને મધ્યમ તાપ પર તળયા પછી તેને કાણાવાળા ચમચા વડે બહાર કાઢીને સાકરની ચાસણીમાં નાંખીને સારી રીતે મિક્સ કરી લો.
- એલચી પાવડર અને પીસ્તા-બદામ વડે સજાવીને તરત પીરસો.
ચાસણી માટે
- એક ખુલ્લા-નૉન સ્ટીક પૅનમાં ૧ કપ પાણી સાથે સાકર મેળવી સારી રીતે મિક્સ કરી ઉંચા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સાકર ઓગળી જાય અને ૧ તારી ચાસણી તૈયાર થાય ત્યાં સુધી સતત હલાવતા રહી ઉકાળી લો.
- પછી તેમાં કેસરવાળું પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાજુ પર રાખો.
હાથવગી સલાહ:
- ઉપરની રીત નં. ૨ વખતે બુંદીનો જારો ૩ થી ૪ ઇંચ કઢાઇથી ઉપર રાખવો કારણકે ઘી બહુ ગરમ હશે.