You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > જૈન વ્યંજન, જૈન પરંપરાગત વાનગીઓ > સ્ટફડ શાહી પૂરી
સ્ટફડ શાહી પૂરી

Tarla Dalal
08 April, 2021


Table of Content
સ્ટફડ શાહી પૂરી તેના નામ પ્રમાણે ખરેખર શાહી વાનગી છે. અહીં ઘઉંનો લોટ અને મેથીની ભાજી વડે કણિક બનાવી તેમાં શાહી પનીરનું મિશ્રણ ભરીને પૂરી વણીને તેને તેલમાં તળવામાં આવી છે. મેથીના પાન અને નરમ પનીર મેળવીને બનતી આ પૂરી કદી ભૂલી ન શકાય એવા સ્વાદનો તમને જરૂરથી અનુભવ કરાવશે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
10 Mins
Total Time
25 Mins
Makes
12 પૂરી
સામગ્રી
Main Ingredients
1 1/2 કપ સમારેલી મેથી (chopped fenugreek leaves, methi)
1 1/2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/4 ટીસ્પૂન બેકિંગ પાવડર (baking powder)
1 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
2 ટેબલસ્પૂન ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
મિક્સ કરીને પૂરણ બનાવવા માટે
3/4 કપ ખમણેલું પનીર
2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , વણવા તથા તળવા માટે
વિધિ
- પૂરણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- કણિકના એક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- તે પછી તેની મધ્યમાં પૂરણનો એક ભાગ મૂકી તેની કીનારીઓને મધ્યમાં વાળી પૂરણને સંપૂર્ણ બંધ કરી લો. તેને ફરી ૭૫ મી. મી. (૩”)ના ગોળાકારમાં થોડા તેલની મદદથી વણી લો.
- આ જ પ્રમાણે બાકી રહેલા ૧૧ ભાગને વણીને ૧૧ ભરેલી પૂરી તૈયાર કરી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
- તરત જ પીરસો.
- મેથીની ભાજી પર મીઠું છાંટી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેને બન્ને હાથ વડે દબાવીને તેનું પાણી કાઢી નાંખો.
- તે પછી મેથીમાં બાકી રહેલી વસ્તુઓ મેળવી જરૂરી પાણી સાથે કઠણ કણિક તૈયાર કરો.
- આ કણિકના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.