મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  અમેરીકન વ્યંજન >  અમેરીકન બર્ગર / ગ્રીલ્સ્ >  પનીર અને કોર્ન બર્ગર રેસીપી

પનીર અને કોર્ન બર્ગર રેસીપી

Viewed: 5878 times
User Tarla Dalal  •  Updated : Apr 02, 2025
   
Share icon
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK

Table of Content

પનીર અને કોર્ન બર્ગર રેસિપી | ભારતીય સ્ટાઈલ પનીર કોર્ન ચીઝ બર્ગર | વેજ ચીઝ બર્ગર | paneer and corn burger in gujarati | with 46 amazing images.

 

 

જ્યારે બર્ગરમાં કરકરા સલાડના પાન, સમારેલા શાક અને ચીઝ-કોર્નની પેટીસ હોય, તો તે પછી તમને બીજું શું જોઇએ?

 

પનીર અને મકાઇનું સંયોજન પેટીસમાં મજેદાર ગણી શકાય છે, આ ઉપરાંત તેમાં કોથમીર અને મરચાં પેટીસને સ્વાદનો જોમ અને ઉત્સાહીક તીખાશ આપે છે. સંપૂર્ણ જમણનો આંનદ માણવા ફ્રેન્ચ ફ્રાઇસ સાથે પીરસો.

Soaking Time

0

Preparation Time

15 Mins

Cooking Time

25 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

40 Mins

Makes

4 બર્ગર

સામગ્રી

વિધિ

આગળની રીત
 

  1. પનીર અને કોર્ન બર્ગર બનાવવા માટે, દરેક બર્ગર બનને આડા બે ભાગમાં કાપી લો.
  2. બર્ગર બનના દરેક અડધા ભાગની બંને બાજુએ માખણ લગાવો અને તેને તવા પર હલકા શેકી લો. બાજુ પર રાખો.
  3. હવે આ શેકેલા બનનો નીચેનો ભાગ એક સાફ સૂકી જગ્યા પર મૂકી તેની પર ૧/૨ ટેબલસ્પૂન મેયોનેઝ ચોપડી લો.
  4. તે પછી તેની પર આઇસબર્ગ સલાડના પાન, ૧ પેટીસ, ૨ ટમેટાની સ્લાઇસ અને ૧ કાંદાની સ્લાઇસ મૂકી ઉપર મીઠું અને મરી ભભરાવી લો.
  5. તે પછી તેની પર બનનો ઉપરનો બીજો ભાગ મૂકી હલકા હાથે દબાવી લો.
  6. રીત ક્રમાંક ૧ થી ૫ મુજબ વધુ ૩ બર્ગર તૈયાર કરી લો.
  7. ફ્રેન્ચ ફ્રાઇસ સાથે તરત જ પીરસો.

પેટીસ માટે
 

  1. એક બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી સારી રીતે મિક્સ કરી લો.
  2. હવે આ મિશ્રણના ૪ સરખા ભાગ પાડી દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના ગોળકારમાં વાળી લો.
  3. આમ તૈયાર થયેલી પેટીસને મેંદા અને પાણીના મિશ્રણમાં ડુબાડી તરત જ બહાર કાઢીને બ્રેડ ક્રમ્બસ્ માં રગદોળી લો જેથી પેટીસની પર દરેક બાજુએ ક્રમ્બસ્ નો પડ બની જાય.
  4. હવે એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં એક વખતે એક પેટીસ નાંખીને તે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર કાઢીને બાજુ પર રાખો.

પનીર અને કોર્ન બર્ગર રેસીપી Video by Tarla Dalal

×
પ્લેટ દીઠ પોષક મૂલ્યો (સંક્ષિપ્ત)

 

ઊર્જા 618 કૅલ
પ્રોટીન 16.9 ગ્રામ
કાર્બોહાઇડ્રેટ 83.5 ગ્રામ
ફાઇબર 5.3 ગ્રામ
ચરબી 25.6 ગ્રામ
કોલેસ્ટ્રોલ 0 મિલિગ્રામ
સોડિયમ 208 મિલિગ્રામ

પનીર અને કોર્ન બઉરગએર, કઓટટઅગએ ચીઝ અને કોર્ન બઉરગએર માં કેટલી કેલરી છે? કેલરી માટે અહીં ક્લિક કરો

Your Rating*

User

Follow US

રેસીપી શ્રેણીઓ