You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > ભારતીય લંચ રેસિપી > ભારતીય લંચ સલાડ | ભારતીય શાકાહારી લંચ સલાડ | ભારતીય દાળ અને શાકભાજી સલાડ | > પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી

Tarla Dalal
26 April, 2025


Table of Content
About Nutritious Vegetable Salad, Low Salt And High Fiber Veg Salad
|
Ingredients
|
Methods
|
Nutrient values
|
પૌષ્ટિક વેજીટેબલ સલાડ ની રેસીપી | ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડ | ઓછો મીઠા વાળુ સલાડ | કચુંબર સલાડ | nutritious vegetable salad in gujarati | with 27 amazing images.
સલાડમાં સિમલા મરચાં, કોબી અને ટમેટા મેળવવા એ તો હવે સામાન્ય વાત ગણાય છે પણ, અહીં ખાસ મહત્વનું છે તેમાં મેળવેલું ડ્રેસિંગ. વિવિધ વસ્તુઓના મિશ્રણથી બનતા આ ભારતીય ગાજર, કોબી અને કેપ્સીકમ સલાડમાં ખમણેલા સફરજન, લીંબુનો રસ અને બીજા હબર્સ્ મેળવી ચટપટું ડ્રેસિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ ડ્રેસિંગ સ્વાદ અને સુગંધમાં મજેદાર તો છે, તે ઉપરાંત તેમા મેળવેલા વિવિધ શાક સલાડની પૌષ્ટિક્તામાં ઉમેરો કરે છે.
આવા આ પૌષ્ટિક વેજીટેબલ સલાડના બાઉલમાં ઉપરથી થોડા સૂર્યમૂખીના બીજનો છંટકાવ તમારા રક્તદાબને અંકુશમાં રાખશે. થોડા મીઠા અને વધુ ફાઇબરવાળા આ સલાડની ગણત્રી પૌષ્ટિક નાસ્તામાં કરી શકાય, જેને તમે બે જમણની વચ્ચેના સમયમાં અથવા સાંજના નાસ્તામાં પણ માણી શકો છો.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
0 Mins
Total Time
15 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
Main Ingredients
1/4 કપ પાતળી લાંબી કાપેલી કોબી (shredded cabbage)
1/4 કપ સમારેલી લાલ કોબી
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 કપ સ્લાઇસ કરેલા ગાજર
1/2 કપ સ્લાઇસ કરેલી કાકડી
1/4 કપ સ્લાઇસ કરેલા લાલ સિમલા મરચાં
1/4 કપ સ્લાઇસ કરેલા પીળા સિમલા મરચાં
1/4 કપ સ્લાઇસ કરેલા સિમલા મરચાં (sliced capsicum)
2 ટીસ્પૂન સૂર્યમુખીના બીજ
મિક્સ કરીને ડ્રેસિંગ બનાવવા માટે
1 કપ ખમણેલું સફરજન (grated apples)
1 ટેબલસ્પૂન મીઠું (salt)
1/2 ટીસ્પૂન સૂકો ઑરેગાનો (dried oregano)
1 ટેબલસ્પૂન સમારેલી કિસમિસ (ફરજિયાત નથી)
1/8 ટીસ્પૂન મીઠું (salt)
1 ટીસ્પૂન પલાળેલી કેર
વિધિ
પૌષ્ટિક વેજીટેબલ સલાડ માટે
- પૌષ્ટિક વેજીટેબલ સલાડ બનાવવા માટે, એક ઊંડા બાઉલમાં તમામ સામગ્રીને ભેગું કરો અને સારી રીતે ટોસ કરો.
- ક્લિંગ રેપથી ઢાંકીને ૧ કલાક માટે ઠંડુ કરો.
- પીરસતા પહેલા એપલ ડ્રેસિંગ બનાવો.
- સલાડમાં ઉમેરો અને સારી રીતે ટોસ કરો.
- પૌષ્ટિક વેજીટેબલ સલાડને તરત જ પીરસો.