You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી

Tarla Dalal
02 January, 2025


Table of Content
શોરબા કે પછી કોઇ સૂપની ખુશ્બુ અને સ્વાદ એવો હોય છે કે જીભમાં તેનો સ્વાદ રહી જાય અને મોઢા પર તાજગી જણાઇ આવે. અહીં આવો જ શોરબાનો સ્વાદ જે દાળ વડે મળે છે.
તેની રીતમાં દાળને પાલક સાથે મેળવી તેમાં કાંદા-ટમેટા વગેરે મેળવવામાં આવ્યા છે. તેમાં થોડા મસાલા અને ખાસ તો કરી પાવડર, સહજ લીંબુનો રસ તેને શક્તિપૂરક બનાવી મજાની સુવાસ આપી તમને સ્વાદ માણવાની પ્રેરક ઇચ્છા પ્રગટાવે છે.
મસુર દાળ અને પાલક, એ બન્નેમાં લોહતત્વ હોવાથી હેમોગ્લોબીન બનાવવામાં મદદરૂપ બની શરીરમાં ઓક્સિજન અને પોષકતત્વો પ્રસારવામાં મદદરૂપ બને છે. લીંબુના રસમાં રહેલો વિટામીન સી લોહતત્વના શોષણમાં મદદરૂપ બને છે.
જ્યારે બીજી બાજુ ટમેટામાં રહેલા વિટામીન એ અને સી શરીરમાંના ફ્રી રૈડિકલ્સથી છૂટકારો પામવામાં સહાયતા કરે છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ ની રેસીપી બનાવવા માટે
3/4 કપ મસૂરની દાળ
1 ટેબલસ્પૂન તેલ ( oil )
1/2 કપ સ્લાઇસ કરેલા કાંદા (sliced onions)
1 ટેબલસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1 1/2 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
2 ટીસ્પૂન કરી પાવડર
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/2 કપ સમારેલી પાલક (chopped spinach)
2 ટીસ્પૂન લીંબુનો રસ (lemon juice)
વિધિ
- પ્રેશર કુકરના એક વાસણમાં તેલ ગરમ કરી કાંદા અને લસણ મેળવી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા, મસુરની દાળ, મરચાં પાવડર, કરી પાવડર અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં પાલક મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ૨ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૩ સીટી સુધી રાંધી લો.
- પ્રેશર કુકરનું ઢાંકણ ખોલતા પહેલા તેની વરાળને નીકળી જવા દો.
- જ્યારે મિશ્રણ સંપૂર્ણ ઠંડું થઇ જાય, ત્યારે તેને મિક્સરમાં ૩/૪ કપ પાણી સાથે ફેરવીને સુંવાળું મિશ્રણ તૈયાર કરો.
- આ મિશ્રણને એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં મૂકી તેને મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- છેલ્લે તેમાં લીંબુનો રસ મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- બોમ્બે કરી સૂપ વીથ સ્પીનાચ તરત જ પીરસો.