You are here: હોમમા> સાધનો > નૉન-સ્ટીક પૅન > મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ
મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળની સેન્ડવીચ

Tarla Dalal
02 January, 2025
-8791.webp)

Table of Content
શું તમે ડાયેટ પર છો અને તમે માખણવાળી ગ્રીલ્ડ બટાટાની સેન્ડવીચ ખાઇ નથી શકતા? તો આ મસાલેદાર ફણગાવેલા મિક્સ કઠોળના સેન્ડવીચનો સ્વાદ અને તેની લહેજત માણો. એક વખત જ્યારે તમે આ સેન્ડવીચનો સ્વાદ માણશો, તે પછી તમે મેંદાના બ્રેડવાળા તબિયતને નુકશાનકારક સેન્ડવીચ ખાવાની ક્યારે પણ ઇચ્છા નહીં કરો. ફાઇબર અને પ્રોટીનયુક્ત ફણગાવેલા કઠોળ અને વધુમાં તેમાં સાંતળેલા શાકભાજી સાથે તીવ્ર પાંઉભાજીના મસાલાનો સ્વાદ ધરાવતા આ ઘઉંના બ્રેડવાળા સેન્ડવીચનો સ્વાદ તમને યાદ રહી જાય એવો છે. વધુમાં આ પૌષ્ટિક સેન્ડવીચ ડાયાબીટીસ્ અને વધારે વજન ધરાવનારા પણ ક્યારેક માણી શકે એવી છે.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
20 Mins
Total Time
30 Mins
Makes
6 સેન્ડવીચ
સામગ્રી
Main Ingredients
12 ટોસ્ટ કરેલું ઘઉંના બ્રેડનું સ્લાઇસ
2 1/2 ટીસ્પૂન માખણ (butter, makhan)
ફણગાવેલા કઠોળના મિશ્રણ માટે
1 કપ બાફેલા મિક્સ ફણગાવેલા કઠોળ (મગ , મઠ , ચણા વગેરે)
2 ટીસ્પૂન તેલ ( oil )
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ સમારેલા સિમલા મરચાં (chopped capsicum)
1 ટીસ્પૂન લસણની પેસ્ટ (garlic paste)
1 ટીસ્પૂન આદુની પેસ્ટ (ginger (adrak) paste)
1 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટીસ્પૂન પાવ ભાજી મસાલો (pav bhaji masala)
2 ટીસ્પૂન ધાણા-જીરું પાવડર (coriander-cumin seeds powder )
1/4 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/2 ટીસ્પૂન સંચળ (black salt, sanchal)
3/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- બ્રેડની દરેક સ્લાઇસ પર ૧/૪ ટીસ્પૂન માખણ ચોપડીને બાજુ પર રાખો.
- આ બ્રેડની ૧ સ્લાઇસને સાફ સૂકી જગ્યા પર એવી રીતે રાખો કે માખણ ચોપડેલી સપાટી ઉપર રહે.
- તે પછી તેની પર તૈયાર કરેલા ફણગાવેલા મિક્સ કઠોળના મિશ્રણનો એક ભાગ મૂકી ઉપર કાંદાની ૨ રીંગ મૂકીને બીજી બ્રેડની સ્લાઇસ (માખણવાળી બાજુ નીચેની તરફ) મૂકી સેન્ડવીચ તૈયાર કરો.
- રીતે ક્રમાંક ૨ અને ૩ મુજબ બાકીની ૫ સેન્ડવીચ તૈયાર કરો.
- તરત જ પીરસો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મેળવી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી અથવા કાંદા અર્ધપારદર્શક થાય ત્યાં સુધી સાંતળી લો.
- તે પછી તેમાં સિમલા મરચાં, લસણની પેસ્ટ, આદૂની પેસ્ટ, લીલા મરચાં, પાંવભાજી મસાલો, ધાણા-જીરા પાવડર, હળદર અને સંચળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૩૦ સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ટમેટા અને મીઠું મેળવી અને ૨ ટેબલસ્પૂન પાણી ઉમેરી, સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ફણગાવેલા મિક્સ કઠોળ મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી રાંધી લો.
- તે પછી તેમાં ૧ ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મિશ્રણને મૅશર (masher) વડે હલકું છૂંદી લો.
- હવે આ મિક્સ કઠોળના મિશ્રણના ૬ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.