You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > દક્ષિણ ભારતીય વ્યંજન | દક્ષિણ ભારતીય વાનગીઓ | > ઇલુ પોડી
ઇલુ પોડી

Tarla Dalal
02 January, 2025


Table of Content
તમે કદી કોઇ દક્ષિણ ભારતીય કોઠાર અથવા રસોડાના કબાટમાં નજર કરી હશે તો તમને જરૂરથી સારા પ્રમાણમાં પોડી અથવા સૂકા મસાલા અને દાળનો પાવડર નજરે પડશે, જે કોઇ પણ વાનગી સાથે અથવા તો ભાત સાથે મેળવીને એક સાદા મુખ્ય જમણ તરીકે પીરસવામાં આવે છે. બસ તો, અહીં આ પૌષ્ટિક પાવડર જે તલ વડે બનાવી ભાત અને તલના તેલ સાથે મેળવી પાપડ સાથે જ્યારે પીરસવામાં આવે ત્યારે ઝટપટ અને મજેદાર જમણ તૈયાર થાય છે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
7 Mins
Total Time
22 Mins
Makes
1 કપ માટે
સામગ્રી
Main Ingredients
2 ટીસ્પૂન નાળિયેરનું તેલ (coconut oil) અથવા બીજુ કોઇ પણ
1/2 કપ તલ (sesame seeds, til)
1/2 કપ ખમણેલું સૂકું નાળિયેર (grated dry coconut, kopra)
5 સૂકું કશ્મીરી લાલ મરચું (whole dry kashmiri red chillies) , ટુકડા કરેલા
1 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક નાની કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં તલ, સૂકું નાળિયેર, લાલ મરચાં અને હીંગ મેળવી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી સતત હલાવતા રહી સાંતળી લીધા પછી તેને બાજુ પર રાખો.
- તે સંપૂર્ણ ઠંડું થાય તે પછી તેને મિક્સરમાં ફેરવી અર્ધ-કચરું પાવડર તૈયાર કરો.
- આ પાવડરને હવાબંધ બરણીમાં ભરી રાખો અને જ્યારે જરૂર પડે ત્યારે ઉપયોગ કરો.