ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ | Cheesy Corn Rava Waffles
તરલા દલાલ દ્વારા
Added to 52 cookbooks
This recipe has been viewed 4181 times
બનાવવામાં અતિ સરળ છતાં ઉત્તેજક ગુણ ધરાવતાં આ ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ જુવાનો અને આધેડોને પણ ગમશે એવા છે. આ કરકરા વૉફલ્સ્ ના ખીરામાં રવા અને અડદની દાળના લોટ સાથે મકાઇના દાણા, દહીં અને સિમલા મરચાં તથા તેમાં વિવિધ મસાલા મેળવવામાં આવ્યા છે. તેમાં મેળવેલી ખાવાની સોડા વૉફલ્સ્ ને બહારથી કરકરા અને અંદરથી નરમ બનાવે છે. જ્યારે બીજી બાજુ ઉપરથી છાંટેલું ચીઝ તેને નાના ભુલકાઓ માટે આકર્ષક બનાવે છે.
Add your private note
ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ - Cheesy Corn Rava Waffles recipe in Gujarati
તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:    
૩ માત્રા માટે
Method- એક બાઉલમાં ખાવાની સોડા સિવાયની બાકીની બધી વસ્તુઓ સાથે ૧ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- હવે જ્યારે વૉફલ્સ્ બનાવવાની તૈયારી કરતા હો, ત્યારે તેમાં ખાવાની સોડા મેળવી, ઉપર ૨ ટેબલસ્પૂન જેટલું પાણી છાંટીને હલકા હાથે મિક્સ કરી લો.
- હવે આ ખીરાના ૩ સરખા ભાગ પાડી લો.
- સૌ પ્રથમ વૉફલ આર્યન (waffle iron)ને ગરમ કરી લો.
- વૉફલની ડીશમાં થોડું તેલ ચોપડીને પછી વૉફલના ખીરાનો એક ભાગ સરખી રીતે પાથરીને ૮ મિનિટ અથવા વૉફલ બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી રાંધી લો.
- રીત ક્રમાંક ૪ અને ૫ મુજબ બાકીના ૨ વૉફલ તૈયાર કરી લો.
- ચીઝ વડે સજાવીને તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
ચીઝી કોર્ન રવાના વૉફલ્સ્ has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe