બેસનના પરોઠા | Besan Paratha, Zero Oil Besan Paratha
તરલા દલાલ દ્વારા
Added to 127 cookbooks
This recipe has been viewed 6640 times
ચણાના લોટને જ્યારે શેકવામાં આવે છે ત્યારે તેની મોહક અને મધુર સુગંધ પ્રસરે છે તેથી સામાન્ય રીતે દરેક પ્રકારની મીઠાઇમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. અહીં અમે તેનો ઉપયોગ થોડા ફેરફાર સાથે આદૂ-લીલા મરચાંની પેસ્ટ મેળવીને તેનું પૂરણ તૈયાર કરીને ઘઉંના પરોઠામાં તેને ભરીને સ્વાદિષ્ટ વાનગી બનાવી છે. સાદા પણ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક તત્વો જેવા કે ફાઇબર, લોહ અને વિટામીન-બી કોમ્પલેક્સ ધરાવતા આ બેસનના પરોઠામાં તેલનો સહેજ પણ ઉપયોગ કરવામાં આવ્યો નથી. અહીં એક વાતની ધ્યાન રાખશો કે પરોઠા તૈયાર થતાની સાથે ફૂલેલા અને નરમ હોય ત્યારે જ પીરસવા, નહીં તો તે ઠંડા થતા જ સૂકા થઇ જશે. આ પરોઠા ફેટલેસ માઁ કી દાળ અથવા રાજમા શાગવાલા કે પછી સાદા લો ફેટ દહીં સાથે પણ પીરસી શકાય છે.
કણિક માટે- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી, તેમાં જરૂરી પાણી ઉમેરી, નરમ કણિક તૈયાર કરી બાજુ પર રાખો.
આગળની રીત- તૈયાર કરેલા પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
- તૈયાર કરેલી કણિકના ૫ સરખા ભાગ પાડી લો.
- કણિકના દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)વ્યાસના ગોળાકારમાં સૂકા ઘઉંના લોટની મદદ વડે વણી લો.
- પછી તેની પર તૈયાર કરેલા પૂરણનો એક ભાગ સરખી રીતે પાથરી લો.
- હવે તેને તેની એક કીનારીથી બીજી કીનારી સુધી સજ્જડ રીતે વાળી લો. હવે આ વાળેલા ભાગને ફરી તેની એક બાજુએથી બીજી બાજુ સુધી સ્વીસ રોલ (swiss roll)ની જેમ વાળી લો. અને છેલ્લે રહેલા ભાગને નીચેની તરફ વાળી મધ્યમાં દબાવીને બંધ કરી લો.
- હવે આ સ્વીસ રોલને ઉંધુ કરીને તેની બંધ કરેલી બાજુને ઉપરની તરફ મૂકીને થોડા ઘઉંના લોટની મદદથી હળવે હાથે ૧૨૫ મી. મી. (૫”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- હવે તૈયાર થયેલા પરોઠાને નૉન-સ્ટીક તવા પર શેકી થોડી સેકંડ પછી તેને ઉથલાવીને બીજી બાજુને પણ થોડી સેકંડ શેકી લો.
- આમ શેકાયેલા પરોઠાને ચીપીયા વડે પકડીને સીધા તાપ પર તેની બન્ને બાજુએ બ્રાઉન ધાબા દેખાય ત્યાં સુધી શેકી લો.
- આ જ પ્રમાણે ક્રમાંક ૩ થી ૮ મુજબ બીજા ૪ પરોઠા તૈયાર કરો.
- તરત જ પીરસો.
Other Related Recipes
બેસનના પરોઠા has not been reviewed
Tried this recipe?. Post a review! Let everyone know how it turned out.
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe