You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > ગુજરાતી વ્યંજન > બટાટાની ચીપ્સ્ નું શાક
બટાટાની ચીપ્સ્ નું શાક

Tarla Dalal
27 January, 2025


Table of Content
Tags
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Total Time
35 Mins
Makes
4 માત્રા માટે
સામગ્રી
બટાટાની ચીપ્સ્ માટે
3 કપ બટાટાની ફીંગર્સ
તેલ ( oil ) , તળવા માટે
બીજી જરૂરી વસ્તુઓ
1 1/2 ટેબલસ્પૂન તેલ ( oil )
3 ટેબલસ્પૂન સમારેલા કાજૂ
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1 ટીસ્પૂન ખસખસ (poppy seeds, khus-khus)
1 ટીસ્પૂન તલ (sesame seeds, til)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન સાકર (sugar)
1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ (lemon juice)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાજૂ નાંખી, મધ્યમ તાપ પર ૩૦ સેંકડ સુધી અથવા તે ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે સાંતળી લો.
- તે પછી તેમાં જીરૂ, ખસખસ, તલ, હળદર અને મરચાં પાવડર મેળવી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં તળેલા બટાટાની ચીપ્સ્, સાકર, લીંબુનો રસ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી તળી લો.
- તરત જ પીરસો.
- એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં બટાટાની લાંબી ચીરીઓ એક સમયે થોડી-થોડી લઇને તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
- તે પછી તેને બહાર કાઢી ટીશ્યુ પેપર પર મૂકી સૂકી થવા દો.