મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  બંગાળી વ્યંજન >  પુરી | સાદી પુરી | ઘઉંની પુરી | સોફ્ટ પૂરી | પૂરી રેસીપી |

પુરી | સાદી પુરી | ઘઉંની પુરી | સોફ્ટ પૂરી | પૂરી રેસીપી |

Viewed: 10601 times
User 

Tarla Dalal

 21 August, 2021

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
Puris ( How To Make Pooris ) - Read in English
पूरी रेसिपी | गेहूं की पूरी | सादी पुरी | मुलायम पुरी - हिन्दी में पढ़ें (Puris ( How To Make Pooris ) in Hindi)

Table of Content

પુરી | સાદી પુરી | ઘઉંની પુરી | સોફ્ટ પૂરી | પૂરી રેસીપી | puris in gujarati | with 14 amazing images.

પૂરી એક ખૂબ જ પ્રખ્યાત ભારતીય વાનગી છે જે તમે ગમે તે સમયે ખાઇ શકો છો. તમે તેને અલગ અલગ વાનગીઓ સાથે પીરસી નાસ્તાના સમયે અથવા જમણમાં ખાઇ શકો છો. પરંતુ, પૂરી બનાવવાની સાચી કળા જાણવી જરૂરી છે, જેથી તે સ્વાદિષ્ટ અને ફૂલેલી બને અને તે પણ વધારે પડતા તેલ વગર. જ્યારે સરસ બનેલી પૂરી બધાને ખૂબ જ ભાવે છે, તો બગડેલી અને વધારે તેલવાળી પૂરી લેતા જમવાવાળા ખચકાય છે. જો તમારી પાસે આદર્શ પૂરી બનાવવાની પદ્ધતી હોય તો ચિંતા શેની. તો બનાવો અને પીરસો, ગરમ અને ફરસી પૂરી, કોઇપણ ગરમ શાક સાથે અથવા ફક્ત દહીં અને મનગમતા અથાણા સાથે, બન્ને રીતે તે જરૂર સ્વાદિષ્ટ લાગશે.

 

પુરી | સાદી પુરી | ઘઉંની પુરી | સોફ્ટ પૂરી | પૂરી રેસીપી | - Puris ( How To Make Pooris ) recipe in Gujarati

Preparation Time

5 Mins

Cooking Time

15 Mins

Total Time

20 Mins

Makes

12 પૂરી.

સામગ્રી

Main Ingredients

વિધિ
  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, ૨ ટેબલસ્પૂન તેલ અને મીઠું મેળવી, જરૂરી પાણીની મદદથી, મસળીને કઠણ કણિક તૈયાર કરો.
  2. તેમાં ૧/૨ ટેબલસ્પૂન તેલ મેળવી, ફરીથી મસળી લો. હવે તેને ઢાંકી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
  3. કણિકના ૧૨ સરખા ભાગ પાડી, દરેક ભાગને ૭૫ મી. મી. (૩”) ના ગોળાકારમાં વણી લો.
  4. એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડી-થોડી પૂરી નાંખી પૂરી બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.
  5. તળ્યા પછી પૂરીને નીતારવા માટે ટીશ્યુ પેપર પર મૂકો.
  6. ગરમ ગરમ પીરસો

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ