You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > આલુ પાલક રોટી
આલુ પાલક રોટી

Tarla Dalal
06 June, 2023


Table of Content
રોટી હોય કે શાક, બટાટા હંમેશાં તેમાં તેનો એક વિશિષ્ટ સ્વાદ ઉમેરે છે અને બાળકો અને મોટા લોકોને બહુ ભાવે છે. જ્યારે તમે તેમાં તાજા પાલકની ખૂબી, મલાઇદાર દહીં અને સ્ફૂર્તિદાયક ઘઉંનો લોટ ઉમેરો છો ત્યારે તમારા ડાઇનિંગ ટેબલ પર એક શક્તિથી ભરેલું જમણ તૈયાર થાય છે.
Tags
Soaking Time
0
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
35 Mins
Makes
12 રોટી માટે
સામગ્રી
Main Ingredients
1 કપ બાફીને મસળી લીધેલા બટેટા (boiled and mashed potatoes)
1 કપ સમારેલી પાલક (chopped spinach)
2 કપ ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta)
1/2 કપ ચણાનો લોટ ( besan )
મીઠું (salt) , સ્વાદાનુસાર
4 ટેબલસ્પૂન દહીં (curd, dahi)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/2 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1 ટેબલસ્પૂન મગફળીનો તેલ (peanut oil)
ઘઉંનો લોટ (whole wheat flour, gehun ka atta) , વણવા માટે
મગફળીનો તેલ (peanut oil) શેકવા માટે
પીરસવા માટે
વિધિ
- એક ઊંડા બાઉલમાં બધી સામગ્રી ભેગી કરી, સારી રીતે મિક્સ કરી, પર્યાપ્ત માત્રામાં પાણી નાંખી,મસળીને નરમ અને સુંવાળીં કણિક તૈયાર કરો.
- કણિકના ૧૨ સરખા ભાગ પાડો.
- દરેક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી ૧ ટીસ્પૂન તેલની મદદથી દરેક રોટીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
- તાજું દહીં અને તમારા પસંદના અથાણાં સાથે ગરમ-ગરમ પીરસો.