રાજમા કરી - Rajma Curry, Punjabi Rajma Masala Recipe


દ્વારા

5/5 stars  100% LIKED IT    1 REVIEW ALL GOOD
राजमा करी - हिन्दी में पढ़ें 

Added to 547 cookbooks   This recipe has been viewed 5106 times

કોઇ પણ જમણ તમને સંપૂર્ણ સંતુષ્ટ ન કરી શકે એટલું ધરાઇ જવાય એવો સંતોષ તમને આ રાજમા કરી અને ભાતના જમણમા મળશે. રાજમા પૌષ્ટિક અને ગુણકારી તો છે પણ તેને જ્યારે ટમેટા અને રોજના મસાલા સાથે રાંધવામાં આવે ત્યારે તે ખુબ જ સ્વાદીષ્ટ બને છે. આ કરી પંજાબ તરફના લોકોની મનપસંદ વાનગી છે અને નાના મોટા સહુને પ્રિય પણ એટલી જ છે.

Add your private note

Rajma Curry, Punjabi Rajma Masala Recipe recipe - How to make Rajma Curry, Punjabi Rajma Masala Recipe in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૪ માત્રા માટે
મને બતાવો માત્રા માટે

સામગ્રી
૨ કપ પલાળીને બાફેલા રાજમા
૨ કપ સમારેલા ટમેટા
૩ ટેબલસ્પૂન તેલ
૧/૨ કપ સમારેલા કાંદા
૧ ટેબલસ્પૂન લસણ-આદુ-લીલા મરચાંની પેસ્ટ
૧ ટીસ્પૂન મરચાં પાવડર
મીઠું , સ્વાદાનુસાર
વિધિ
  1. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં ટમેટા અને ૧ કપ પાણી મેળવી મધ્યમ તાપ પર ૮ થી ૧૦ મિનિટ સુધી અથવા ટમેટા બરોબર બફાઇને નરમ થાય ત્યાં સુધી, વચ્ચે-વચ્ચે હલાવતાં રહી, બાફી લો.
  2. તેને ઠંડા થવા થોડો સમય બાજુ પર રાખી લીધા પછી મિક્સરમાં ફેરવી સુંવાળું પલ્પ તૈયાર કરી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડી નૉન-સ્ટીક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં કાંદા મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી સાંતળી લો.
  4. તે પછી તેમાં લસણ-આદુ-લીલા મરચાંની પેસ્ટ, મરચાં પાવડર અને ૨ ટેબલસ્પૂન પાણી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી રાંધી લો.
  5. છેલ્લે તેમાં રાજમા, ટમેટાનું પલ્પ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ થી ૩ મિનિટ સુધી, વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી, રાંધી લો.
  6. ગરમ ગરમ પીરસો.

RECIPE SOURCE : Desi Khana - GujaratiBuy this cookbook

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews

રાજમા કરી
5
 on 27 Jun 16 03:16 PM


I love rajma and I very often rajma soup, I tried this simple recipe and loved it too.... Made with minimal ingredients it pairs very well with parathas and rice both.