ફોકાસીયા બ્રેડ - Focaccia Bread, Homemade Italian Soft Bread


દ્વારા


Added to 24 cookbooks   This recipe has been viewed 712 times

ફોકાસીયા બ્રેડ એ એક નરમ ઇટાલીયન બ્રેડનો પ્રકાર છે, જે ખાવાથી જમવા જેટલો સંતોષ મળે છે. આ પ્રખ્યાત બ્રેડનો ઉપયોગ સેન્ડવીચ, ટોસ્ટ અને બ્રેડની લગતી બીજી સામાન્ય નાસ્તાની વાનગીમાં વધુ પડતો થાય છે. હર્બ્સ્ અને કાળા જેતૂનના તેલ વડે બનતા આ બ્રેડ મસ્ત સ્વાદ અને સુવાસ ધરાવતા હોવાથી તમે તેના ટોસ્ટ બનાવી ઉપર માખણ અથવા જેતૂનનું તેલ ચોપડીને ગરમા-ગરમ સૂપ અથવા પાસ્તા સાથે પીરસસો, ત્યારે જુઓ કેવો ફર્સ્ટ ક્લાસ જમણનો આંનદ માણવા મળે છે. આ વાનગીમાં જેતૂનના તેલની માત્રા ઓછી ન કરવી નહીં તો બ્રેડ સારા નહીં બને.

Add your private note

Focaccia Bread, Homemade Italian Soft Bread recipe - How to make Focaccia Bread, Homemade Italian Soft Bread in gujarati

તૈયારીનો સમય:    બેકિંગનું તાપમાન:  ૨૦૦˚ સે (૪૦૦˚ ફે)   બેકિંગનો સમય:  ૨૦ મિનિટ   બનાવવાનો Time:    કુલ સમય:     ૧ મોટો લોફ માટે

સામગ્રી
૨ કપ મેંદો
૧૪ ટીસ્પૂન જેતૂનનું તેલ
૨ ટીસ્પૂન ઇનસ્ટંટ સૂકું ખમીર
૧ ટીસ્પૂન સાકર
૧/૨ ટીસ્પૂન સૂકી રોઝમેરી
૨ ટેબલસ્પૂન સ્લાઇસ કરેલા કાળા જેતૂન
૧ ટીસ્પૂન આખું મીઠું
વિધિ
    Method
  1. એક નાના બાઉલમાં સૂકું ખમીર, સાકર અને ૨ ટેબલસ્પૂન હુંફાળું ગરમ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી બાઉલને ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખી મૂકો.
  2. બીજા એક પહોળા ખુલ્લા બાલઉમાં મેંદો, ૬ ટીસ્પૂન જેતૂનનું તેલ, ખમીર-સાકરનું મિશ્રણ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી જરૂરી હુંફાળા ગરમ પાણી વડે નરમ કણિક તૈયાર કરી લો.
  3. આ કણિકને એક સાફ સૂકી જગ્યા પર મૂકીને તેને હાથ વડે ગુંદીને એક સુંવાળું બોલ બનાવી લો.
  4. બીજા એક બાઉલમાં ૨ ટીસ્પૂન જેટલું જેતૂનનું તેલ ચોપડીને તૈયાર કરેલા કણિકના બોલને તેમાં મૂકી, બાઉલ પર ક્લીંગ રૅપ (cling wrap) વીંટાળી મજબૂત રીતે બંધ કરી લો.
  5. આ કણિકને હુંફાળી જગ્યા પર ૪૫ મિનિટ સુધી રાખી મૂકો.
  6. તે પછી બાઉલ પરથી ક્લીંગ રૅપ કાઢી કણિકને ફરીથી સુંવાળી બને ત્યાં સુધી ગુંદી લો.
  7. હવે એક એલ્યુમિનિયમની ૨૦૦ મી. મી. X ૧૫૦ મી. મી. (૧૦” x ૬”)ની ટ્રેમાં ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ ચોપડી તેમાં તૈયાર કરેલી સુંવાળી કણિકને સારી રીતે પાથરી તેની પર તમારા હાથની આંગળિયો વડે ખાડા પાડી લો.
  8. હવે તેની પર ૨ ટીસ્પૂન જેતૂનનું તેલ રેડી લો, તે પછી તેની પર રોઝમેરી, કાળા જેતૂન અને આખું મીઠું સરખા પ્રમાણમાં છાંટી હાથ વડે હલકી રીતે દબાવી દો.
  9. આ ટ્રે ને આગળથી ગરમ કરેલા ઑવનમાં ૨૦૦˚ સે (૪૦૦˚ ફે) તાપમાન પર ૧૫ મિનિટ સુધી બેક કરી લો.
  10. ટ્રે ને બહાર કાઢીને બ્રેડ પર ૨ ટેબલસ્પૂન જેતૂનનું તેલ બ્રશ વડે સરખી રીતે ચોપડી લો.
  11. સહજ ઠંડું થયા પછી તેના ચોરસ ટુકડા અથવા તમને ગમતા આકારના ટુકડા પાડીને પીરસો.


REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews