મૂળા પાલકના પરોઠા ની રેસીપી | Mooli Palak Paratha, Radish Spinach Paratha
તરલા દલાલ દ્વારા
Added to 161 cookbooks
This recipe has been viewed 6519 times
આ મૂળા પાલકના પરોઠા બધી રીતે અનોખા છે. તેની કણિકમાં પાલકનો ઉમેરો કરવામાં આવ્યો છે જ્યારે તેનું સ્વાદભર્યું પૂરણ મૂળા વડે તૈયાર કરવામાં આવ્યું છે. રોજના સ્ટફડ પરોઠાથી અલગ અહીં મૂળાના પૂરણને અડધી રાંધેલી રોટી પર પાથરી, તેને વાળીને અર્ધગોળાકાર બનાવીને એક પૂર્ણ અને મજેદાર વાનગી તૈયાર કરવામાં આવી છે.
મૂળા પાલકના પરોઠા ના કણિક માટે- પાલક, લીંબુનો રસ અને ૧ ટેબલસ્પૂન પાણી ભેગા કરી મિક્સરમાં ફેરવી સુંવાળી પેસ્ટ તૈયાર કરો.
- આ પેસ્ટને એક બાઉલમાં કાઢી, તેમાં બાકી રહેલી બધી સામગ્રી મેળવી, તેમાં જરૂરી પાણી ઉમેરી બહુ નરમ નહીં, બહુ કઠણ નહીં એવી કણિક તૈયાર કરી લો. તેને ઢાંકીને ૧૦ મિનિટ માટે બાજુ પર રાખો.
મૂળા પાલકના પરોઠા ના પૂરણ માટે- મૂળા પર થોડું મીઠું છાંટી ૧૦ થી ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો. તે પછી તેમાંથી પાણી નીચોવીને કાઢીને ફેંકી દો.
- તેમાં કોથમીર અને લીલા મરચાં મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ પૂરણના ૮ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.
આગળની રીત- કણિકના ૮ સરખા ભાગ પાડી દરેક ભાગને ૧૫૦ મી. મી. (૬”)ના ગોળાકારમાં થોડા ઘઉંના લોટની મદદથી વણી લો.
- આ રોટીને એક નૉન-સ્ટીક તવા પર હલકી રીતે શેકીને બાજુ પર રાખો.
- પીરસતા પહેલા, એક અર્ધ-શેકેલી રોટીને સપાટ સૂકી જગ્યા પર રાખી, પૂરણનો એક ભાગ રોટીના અર્ધા ભાગ પર પાથરી, રોટીને વાળીને અર્ધ ગોળાકાર બનાવી લો.
- એક નૉન-સ્ટીક તવાને ગરમ કરી, થોડા તેલ ની મદદથી પરોઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સૂધી શેકી લો.
- રીત ક્રમાંક ૩ અને ૪ પ્રમાણે બાકીના ૭ પરોઠા પણ તૈયાર કરી લો.
- તરત જ પીરસો.
Other Related Recipes
Accompaniments
મૂળા પાલકના પરોઠા ની રેસીપી has not been reviewed
2 FAVOURABLE REVIEWS
The most Helpful Favourable review
Reviewed By
Gandhi Dhwani,
September 08, 2014
Palak and radish tastes nice and different in combination. Radish gives a nice and strong flavour to the palak paratha. Palak has a little flavour it.
See more favourable reviews...
No critical reviews posted for this recipe
You are not signed in. To post a recipe review note requires you to
Sign In to your account
Rate this recipe
Review this recipe (optional)
You are not signed in. To post a private recipe note requires you to
Sign In to your Gold or Silver account
Add your private note to this recipe