કેબેજ ઍન્ડ દાલ પરાઠા - Cabbage and Dal Paratha


દ્વારા

Cabbage and Dal Paratha - Read in English 
केबेज एण्ड दाल पराठा - हिन्दी में पढ़ें (Cabbage and Dal Paratha in Hindi) 

Added to 61 cookbooks   This recipe has been viewed 2044 times

કેબેજ ઍન્ડ દાલ પરાઠા, અનાજ, કઠોળ અને શાકભાજીનું એક શાનદાર મિશ્રણ છે. આ સમતોલ વાનગીને તમે, અડધા ઘઉંના લોટને બદલે, સોયા અથવા નાચણીનો લોટ વાપરી, વધુ આરોગ્યવર્ધક બનાવી શકો છો. સમતોલ દાળની કૂણાશ, કોબીનું કરકરૂપણું અને વરિયાળી અને ફૂદીનાની ખુશ્બુ ને કારણે તમને આ પરોઠા જરૂરથી ભાવશે.

Add your private note

Cabbage and Dal Paratha recipe - How to make Cabbage and Dal Paratha in gujarati

તૈયારીનો સમય:    બનાવવાનો સમય:    કુલ સમય:     ૫ પરોઠા માટે
મને બતાવો પરોઠા માટે

સામગ્રી

કણિક માટે
૧ કપ ઘઉંનો લોટ
મીઠું , સ્વાદાનુસાર
૧/૨ ટીસ્પૂન તેલ

પૂરણ માટે
૩/૪ કપ ઝીણી સમારેલી કોબી
૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , પલાળેલી અને હલકી ઉકાળેલી
૨ ટેબલસ્પૂન તેલ
૧ ટીસ્પૂન વરિયાળી
૧/૪ કપ ઝીણા સમારેલા કાંદા
૧ ટીસ્પૂન ઝીણા સમારેલા લીલા મરચાં
૫ ટેબલસ્પૂન ઝીણા સમારેલા ફૂદીનાના પાન
૧/૪ ટીસ્પૂન હળદર
૧/૨ ટેબલસ્પૂન આમચૂર
મીઠું , સ્વાદાનુસાર

અન્ય સામગ્રી
ઘઉંનો લોટ , વણવા માટે
તેલ , ચોપડવા અને શેકવા માટે

પીરસવા માટે
તાજું દહીં
અથાણું
વિધિ
કણિક માટે

    કણિક માટે
  1. એક બાઉલમાં ઘઉંનો લોટ, મીઠું અને તેલ મેળવી, સારી રીતે મિક્સ કરી, જરૂર પુરતું પાણી નાંખી, મસળીને નરમ કણિક બનાવો.
  2. ઢાંકણ વડે ઢાંકી ૧૦ મિનિટ સુધી બાજુ પર રાખો.

પૂરણ માટે

    પૂરણ માટે
  1. એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી, વરિયાળી અને કાંદા ઉમેરી, મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સાંતળી લો.
  2. હવે તેમાં લીલા મરચાં અને કોબી ઉમેરી મધ્યમ તાપ પર વધુ ૧ મિનિટ સુધી સાંતળી લો.
  3. હવે તેમાં મગની દાળ, ફૂદીનો, હળદર, આમચૂર અને મીઠું મેળવી, સારી રીતે મિક્સ કરી, મધ્યમ તાપ પર ૧ થી ૨ મિનિટ સુધી વચ્ચે થોડા-થોડા સમયે હલાવતા રહી રાંધી લો.
  4. આ પૂરણના ૫ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.

આગળની રીત

    આગળની રીત
  1. કણિકના ૫ સરખા ભાગ પાડો.
  2. એક ભાગને ઘઉંના લોટની મદદથી ૧૫૦ મી. મી. (૬”) વ્યાસના ગોળાકારમાં વણી લો.
  3. પૂરણનો એક ભાગ રોટીના અડધા ભાગ પર મૂકો અને બાકીના ભાગની રોટી, પૂરણ મૂકેલા ભાગ તરફ વાળી લો જેથી અર્ધ-ગોળાકાર બને.
  4. એક નૉન-સ્ટીક તવા પર થોડું તેલ ચોપડી ગરમ કરો.
  5. થોડા તેલની મદદથી પરાઠાની બન્ને બાજુઓ ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે શેકી લો.
  6. ઉપર પ્રમાણે, બાકીના કણિક અને પૂરણ વડે, બાકીનો ૪ પરોઠા બનાવી લો.
  7. દહીં અને તમારા પસંદના અથાણાં સાથે તરત જ પીરસો.
Accompaniments

REGISTER NOW If you are a new user.
Or Sign In here, if you are an existing member.

Login Name
Password

Forgot Login / Passowrd?Click here

If your Gmail or Facebook email id is registered with Tarladalal.com, the accounts will be merged. If the respective id is not registered, a new Tarladalal.com account will be created.

Are you sure you want to delete this review ?

Click OK to sign out from tarladalal.
For security reasons (specially on shared computers), proceed to Google and sign out from your Google account.

Reviews