You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > પંજાબી વ્યંજન | પંજાબી વાનગીઓ | > વેજીટેબલ કબાબ
વેજીટેબલ કબાબ

Tarla Dalal
08 March, 2020


Table of Content
આ કોકટેલ જેવા કબાબમાં દૂધી, બટાટા અને કાંદાનું સંયોજન અને ઉપરથી છંટકાવ કરેલો કાંદાનો રોચક મસાલો જરૂર તમારી ભૂખ ઉખાડી દેશે. આ વેજીટેબલ કબાબને ગરમા ગરમ ચહા પાર્ટીમાં કે પછી કોકટેલ પાર્ટીમાં પીરસીને લોકોની ચાહના મેળવો.
Tags
Soaking Time
0
Preparation Time
20 Mins
Cooking Time
20 Mins
Baking Time
0 Mins
Baking Temperature
0
Sprouting Time
0
Total Time
40 Mins
Makes
15 કબાબ
સામગ્રી
Main Ingredients
2 કપ ખમણેલી દૂધી (grated bottle gourd (doodhi / lauki)
1 1/4 કપ ખમણેલા કાંદા (grated onions)
3 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
2 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
1 ટેબલસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
મીઠું (salt) , સ્વાદાનુસાર
તેલ ( oil ) , તળવા માટે
મિક્સ કરીને કાંદાનો મસાલા બનાવવા માટે (પીરસવા માટે)
1/2 કપ સમારેલા કાંદા (chopped onions)
1 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન આમચૂર (dried mango powder (amchur)
મીઠું (salt) , સ્વાદાનુસાર
વિધિ
- દૂધીમાંથી બધુ પાણી કાઢી ને તેને બાકીની વસ્તુઓ સાથે એક બાઉલમાં સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણના ૧૫ સરખા ભાગ પાડી દરેક ભાગના ૫૦ મી. મી. (૨”)ના ચપટા ગોળાકાર કબાબ તૈયાર કરો.
- એક કઢાઇમાં તેલ ગરમ કરી તેમાં થોડા-થોડા કબાબ નાંખીને બન્ને બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લીધા પછી ટીશ્યુ પેપર પર રાખી તેને નીતારી લો.
- જ્યારે કબાબ ગરમ હોય ત્યારે તેને ચમચા વડે દબાવીને તેની પર કાંદાનો મસાલો છાંટી લો.
- તરત જ પીરસો.