You are here: હોમમા> કોર્સ, મુખ્ય કોર્સ વાનગીઓ, શરુ, મીઠાઈઓ > મેન કોર્સ રેસીપી > ભાત ની રેસીપી | ચોખાની વાનગીઓ > વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી
વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી

Tarla Dalal
15 October, 2019


Table of Content
શાકભાજી વગરની ખીચડી તો સામાન્ય ગણાય પણ ખીચડીને રંગીન બનાવવા તેમાં શાક મેળવવાથી જરૂર એક નવો અનુભવ મળશે. ઘઉંના ફાડીયાની આ ખીચડીનો સ્વાદ તો અલગ છે ઉપરાંત તે પૌષ્ટિક્તા પણ ધરાવે છે જે મધુમેહ, કીડનીની તકલીફ અને રક્તનો ઉંચો દાબ ધરાવનાર માટે અતિ ઉત્તમ ગણાય એવી છે.
આ વેજીટેબલ અને ઘઉંના ફાડીયાની ખીચડીમાં મીઠું ઓછું નાખવામાં આવે છે ઉપરાંત ઘઉંના ફાડીયામાં ફોસ્ફરસ અને પોટેશિયમ બીજી અન્ય અનાજની વાનગીની સરખામણીમાં ઓછું રહેલું છે. આમ આ ખીચડીની મજા એ છે કે તેમાં ફાઇબર વધુ હોવાથી શરીરમાં સાકરના પ્રમાણને દાબમાં રાખે છે.
ઓછા મીઠાવાળી આ ખીચડીના સ્વાદમાં જરા પણ બાંધછોડ કર્યા વગર તેને સ્વાદિષ્ટ બનાવવા તેમાં આદૂ, લસણ, ટમેટા, કાંદા અને મસાલા પાવડર ઉમેરીવામાં આવ્યા છે. તે ઉપરાંત આ ખીચડી ઓછા તેલ વડે પણ બનાવવામાં આવે છે જેથી તેને સતત હલાવતા રહી તૈયાર કરવી, નહીં તો મસાલા અને શાક વાસણમાં ચીટકી જશે.
વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી - Vegetable Bulgur Wheat Khichdi, Low Salt Recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
20 Mins
Total Time
35 Mins
Makes
2 માત્રા માટે
સામગ્રી
વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે
1/2 કપ ફાડા ઘઉં (broken wheat (dalia)
1 ટીસ્પૂન તેલ ( oil )
1/2 ટીસ્પૂન જીરું ( cumin seeds, jeera)
1/2 ટીસ્પૂન સમારેલું આદુ (chopped ginger)
1 ટીસ્પૂન સમારેલું લસણ (chopped garlic)
1/4 કપ સમારેલા કાંદા (chopped onions)
1/4 કપ સમારેલા ટામેટા (chopped tomatoes)
1/4 કપ સમારેલું ફૂલકોબી
1/4 કપ સમારેલી દૂધી (chopped bottle gourd (doodhi / lauki)
1/2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1/8 ટીસ્પૂન હળદર (turmeric powder, haldi)
1/8 ટીસ્પૂન મીઠું (salt)
વિધિ
- વેજીટેબલ અને ઘંઉના ફાડીયાની ખીચડી ની રેસીપી બનાવવા માટે, એક પહોળા નૉન-સ્ટીક પનમાં ઘંઉના ફાડીયાને મધ્યમ તાપ પર 2 થી 3 મિનિટ સુધી સૂકા જ શેકી લો.
- એક પ્રેશર કુકરમાં તેલ ગરમ કરી તેમાં જીરૂં અને હીંગ મેળવી મધ્યમ તાપ પર 30 સેકંડ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં આદૂ, લસણ અને કાંદા ઉમેરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી સાંતલી લો.
- તે પછી તેમાં ટમેટા, ફૂલકોબી અને દૂધી મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 થી 2 મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં ઘંઉના ફાડીયા, મરચાં પાવડર, હળદર, મીઠું અને 2 કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરીને પ્રેશર કુકરમાં 3 સીટી સુધી રાંધી લો.
- કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં વરાળને નીકળી જવા દો.
- પછી તેમાં 5 ટેબલસ્પૂન પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર 1 મિનિટ સુધી ખીચડીને હલકે હાથે છુંદી રહેતા રાંધી લો.
- તરત જ પીરસો.