You are here: હોમમા> વિવિધ વ્યંજન > ભારતીય વ્યંજન > રાજસ્થાની વ્યંજન | રાજસ્થાની વાનગીઓ | રાજસ્થાની રેસિપી | > પ્યાઝ કી કચોરી
પ્યાઝ કી કચોરી

Tarla Dalal
02 January, 2025


Table of Content
આ પ્યાઝ કી કચોરી મૂળ તો જોધપુરમાંથી ઉત્પન થયેલી ગણી શકાય, પરંતુ આજકાલ તે પૂરા રાજસ્થાનમાં પ્રખ્યાત થઇ ગઇ છે. બહુ ઓછા લોકો આ તળેલી કાંદાના પૂરણવાળી કચોરી ઘરે બનાવે છે. રાજસ્થાનની નમકીનની કોઇપણ દુકાનમાં આ ગરમા-ગરમ કાંદાની કચોરી અથવા કાંદા-બટાટાની કચોરી તૈયાર મળતી જ હોય છે.
બીજી કચોરીની જેમ આ કચોરી પણ મીઠી અને મસાલાવાળી આમલીની ચટણી સાથે સ્વાદિષ્ટ લાગે છે. આ કચોરી તમે વહેલી તૈયાર કરીને જ્યારે પીરસવાનો સમય થાય ત્યારે ઑવનમાં ફરીથી ગરમ કરી શકો. બપોરના નાસ્તા માટે આ કચોરી એક આદર્શ વાનગી ગણી શકાય. અને, તેને જ્યારે તમે વરસાદના દીવસોમાં બનાવીને પીરસસો ત્યારે તે વધુ આનંદદાઇ પૂરવાર લાગશે.
Tags
Preparation Time
15 Mins
Cooking Time
37 Mins
Total Time
52 Mins
Makes
12 કચોરી
સામગ્રી
પ્યાઝ કી કચોરી ના કણિક માટે
2 કપ મેંદો (plain flour , maida)
1/4 કપ ઘી (ghee)
મીઠું (salt) , સ્વાદાનુસાર
પ્યાઝ કી કચોરી ના કાંદાના પૂરણ માટે
2 કપ સમારેલા કાંદા (chopped onions)
2 ટેબલસ્પૂન તેલ ( oil )
1 ટીસ્પૂન કલોંજી
2 ટીસ્પૂન વરિયાળી (fennel seeds (saunf)
2 તમાલપત્ર (bay leaf (tejpatta)
1 1/2 ટીસ્પૂન સમારેલા લીલા મરચાં (chopped green chillies)
2 ટેબલસ્પૂન ચણાનો લોટ ( besan )
2 ટીસ્પૂન ધાણા પાવડર (coriander (dhania) powder)
2 ટીસ્પૂન લાલ મરચાંનો પાવડર (red chilli powder)
1 ટીસ્પૂન ગરમ મસાલો (garam masala)
મીઠું (salt) , સ્વાદાનુસાર
3 ટેબલસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , તળવા માટે
વિધિ
- તૈયાર કરેલી કણિકના ૧૨ સરખા ભાગ પાડી લો.
- દરેક ભાગને ૭૫ મી. મી. (૩”)ના વ્યાસના ગોળાકારમાં વણી લો.
- તે પછી એક વણેલા ભાગ પર પૂરણને એક ભાગ તેની મધ્યમાં મૂકી દો.
- તે પછી તેની બધી બાજુઓ વાળીને સજ્જડ રીતે બંધ કરી લો અને જો ઉપર વધારાનો લોટ થાય તો તેને કાઢી લો.
- આમ પૂરણ ભરીને તૈયાર થયેલા ભાગને ફરીથી ૬૩ મી. મી. (૨ ૧/૨”)ના વ્યાસના ગોળાકારમાં વણી લો. પરંતુ ધ્યાન રાખશો કે પૂરણ બહાર ન આવે.
- રીત ક્રમાંક ૨ થી ૫ મુજબ બીજી ૧૧ કચોરી પણ તૈયાર કરી લો.
- હવે એક ઊંડા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી એક સાથે ૪ કચોરીને ધીમા તાપે ૧૦ મિનિટ સુધી હળવેથી ઉપર નીચે કરતા રહી તળી લીધા પછી બહાર કાઢીને ટીશ્યુ પેપર પર મૂકી બાજુ પર રાખો.
- રીત ક્રમાંક ૭ મુજબ બીજી 2 જૂથમાં ૮ કચોરી તળી લો.
- તરત જ પીરસો.
- એક ઊંડા બાઉલમાં બધી વસ્તુઓ ભેગી કરી તેમાં જરૂરી પાણી મેળવી મધ્યમ કઠણ કણિક બનાવી ૪ થી ૫ મિનિટ સુધી ગુંદી લો.
- આ કણિકને મલમલના કપડા વડે ઢાંકીને ૧૫ મિનિટ માટે બાજુ પર રાખો.
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં તેલ ગરમ કરી તેમાં કંલોજી, વરિયાળી, તમાલપત્ર, લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૫ મિનિટ સુધી સાંતળી લો.
- તે પછી તેમાં ચણાનો લોટ, ધાણા પાવડર, મરચાં પાવડર, ગરમ મસાલો અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- હવે આ મિશ્રણને તાપ પરથી નીચે ઉતારી તેમાં કોથમીર મેળવી સારી રીતે મિક્સ કરી લો.
- આ મિશ્રણમાંથી તમાલપત્ર કાઢીને ફેંકી દો.
- તે પછી મિશ્રણના ૧૨ સરખા ભાગ પાડી બાજુ પર રાખો.