મેનુ

You are here: હોમમા> વિવિધ વ્યંજન >  ભારતીય વ્યંજન >  મહારાષ્ટ્રીયન રેસીપી >  પાલક ચણાની દાળ

પાલક ચણાની દાળ

Viewed: 7533 times
User 

Tarla Dalal

 11 July, 2022

Image
0.0/5 stars   100% LIKED IT | 0 REVIEWS OK
पालक चना दाल रेसिपी - हिन्दी में पढ़ें (Palak Chana Dal, Healthy Zero Oil Spinach Chana Dal in Hindi)

Table of Content

આ એક મહારાષ્ટ્રીય વાનગી છે, જેમાં થોડા ફેરફારથી તેને વધુ પૌષ્ટિક બનાવવામાં આવી છે. પાલક આ વાનગીમાં વિટામીન-એ નો ઉમેરો કરે છે, જ્યારે ચણાની દાળ કૅલ્શિયમ, ફોલિક ઍસિડ અને ફાઈબર જેવા પોષકતત્વોનો ઉમેરો કરે છે.

અહીં ચણાની દાળને રાંધતી વખતે ધ્યાન રાખવું કે તે, વધારે ન રંધાઈ જાય, કારણ કે અહીં દાળ છુટ્ટી રહેવી જોઈએ ના કે મસળેલી. આ દાળને ગરમા ગરમ ફુલકા સાથે પીરસીને મજા માણો.

Soaking Time

0

Preparation Time

10 Mins

Cooking Time

25 Mins

Baking Time

0 Mins

Baking Temperature

0

Sprouting Time

0

Total Time

35 Mins

Makes

2 માત્રા માટે

સામગ્રી

વિધિ

  1. એક પ્રેશર કુકરમાં ચણાની દાળ, મીઠું, હળદર અને ૩/૪ કપ પાણી મેળવી સારી રીતે મિક્સ કરી પ્રેશર કુકરની ૨ સીટી સુધી રાંધી લો.
  2. કુકરનું ઢાંકણ ખોલતા પહેલાં તેની વરાળને નીકળી જવા દો. તે પછી તેને બાજુ પર રાખો.
  3. એક ઊંડા નૉન-સ્ટીક પૅનમને મધ્યમ તાપ પર ગરમ કરી તેમાં રાઈ, કડીપત્તાં અને હીંગ મેળવી ૩૦ સેકંડ સુધી સૂકા સાંતળી લો અથવા રાઈ તતડવા માંડે ત્યાં સુધી સાંતળી લો.
  4. તાપ ઓછું કરી તેમાં લીલા મરચાં અને કાંદા મેળવી મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી અથવા કાંદા હલકા બ્રાઉન રંગના થાય ત્યાંસુધી સાંતળી લો. જો કાંદા દાજવા માંડે તો તેના પર થોડું પાણી છાંટવું.
  5. તે પછી તેમાં પાલક ઉમેરી વધુ ૧ થી ૨ મિનિટ સુધી સતત હલાવતાં રહી સાંતળી લો.
  6. તે પછી તેમાં રાંધેલી દાળ, ગોળ, મરચાં પાવડર અને થોડું મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી લો.
  7. પછી તેમાં ૧/૨ કપ પાણી ઉમેરી સારી રીતે મિક્સ કરી ધીમા તાપ પર ૫ થી ૭ મિનિટ સુધી રાંધી લો.
  8. ગરમ ગરમ પીરસો.

Your Rating*

user

Follow US

રેસીપી શ્રેણીઓ