You are here: હોમમા> નોન ફ્રાઇડ પકોડી ચાટ
નોન ફ્રાઇડ પકોડી ચાટ

Tarla Dalal
24 February, 2025


Table of Content
તંદુરસ્ત, તળ્યા વગરની મગની દાળની પકોડીથી બનેલી આ સ્વાદિષ્ટ ચાટનો તમે ચોક્કસ આનંદ માણશો. કોઈપણ સંકોચ વગર સંપૂર્ણ આનંદ!
નોન ફ્રાઇડ પકોડી ચાટ - Non Fried Pakodi Chaat, Healthy North Indian Chaat recipe in Gujarati
Tags
Preparation Time
15 Mins
Cooking Time
15 Mins
Total Time
30 Mins
Makes
3 પ્લેટ માટે
સામગ્રી
નોન ફ્રાઇડ પકોડી ચાટ માટે
1/2 કપ લીલી મગની દાળ (green moong dal) , ૨ કલાક પલાળીને નીતારેલી
1/4 ટીસ્પૂન હીંગ (asafoetida, hing)
1/2 ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ (green chilli paste)
મીઠું (salt) , સ્વાદાનુસાર
1/4 ટીસ્પૂન ફ્રૂટ સોલ્ટ (fruit salt)
3/4 કપ જેરી લીધેલી દહીં (whisked curds, dahi) /
1 1/2 ટીસ્પૂન નાળિયેર ના ફ્લેક્સ
મીઠું (salt) , છંટકાવ માટે
લાલ મરચાંનો પાવડર (red chilli powder) , છંટકાવ માટે
જીરા પાવડર (cumin seeds (jeera) powder ) , છંટકાવ માટે
3 ટીસ્પૂન સમારેલી કોથમીર (chopped coriander)
6 ટીસ્પૂન દાડમ
વિધિ
- પકોડી બનાવવા માટે, પલાળીને નીતારેલી લીલી મગની દાળને ૧/૪ કપ પાણી સાથે સ્મૂધ થાય ત્યાં સુધી પીસી લો. આ મિશ્રણને એક ઊંડા બાઉલમાં કાઢો, તેમાં હિંગ, લીલા મરચાંની પેસ્ટ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરો. બાજુ પર રાખો.
- પકોડી બનાવતા પહેલા મિશ્રણ પર ફ્રુટ સોલ્ટ અને ૨ ટી-સ્પૂન પાણી ઉમેરો. જ્યારે પરપોટા બનવા લાગે, ત્યારે હળવા હાથે મિક્સ કરો.
- 6 તેલ ચોપડેલી વાટીમાં ૧ ટેબલ-સ્પૂન ખીરૂ રેડો અને તેને સ્ટીમરમાં ૬ થી ૮ મિનિટ સુધી અથવા તે રાંધાય ત્યાં સુધી સ્ટીમ કરો. સ્ટીમરથી કાઢો અને તેમને સહેજ ઠંડુ થવા દો.
- થોડું ઠંડું થઈ ગયા પછી, પકોડીને ડિમોલ્ડ કરો અને તેને એક ઊંડા બાઉલમાં પૂરતા હૂંફાળા પાણીમાં ૨ મિનિટ માટે પલાળી દો. પછી પકોડામાંથી પાણી કાઢીને બાજુ પર રાખો.
- રીત ક્રમાંક ૩ અને ૪ મુજબ બાકીની ૬ પકોડી તૈયાર કરી લો. બાજુ પર રાખો.
- સર્વિંગ પ્લેટમાં પલાળેલા ૪ પકોડા મૂકો અને ૧/૪ કપ દહીંને સરખી રીતે ફેલાવો અને તેના પર ૧/૨ ટેબલ-સ્પૂન લીલી ચટણી રેડો.
- છેલ્લે તેના પર થોડું મીઠું, મરચું પાવડર, જીરું પાવડર, ૧ ટી-સ્પૂન કોથમીર અને ૨ ટી-સ્પૂન દાડમ સરખી રીતે ફેલાવો.
- રીત ક્રમાંક ૬ અને ૭ મુજબ નોન ફ્રાઈડ પકોડી ચાટની ૨ વધુ પ્લેટ તૈયાર કરી લો. તરત જ પીરસો.