You are here: હોમમા> વિવિધ વ્યંજન > મેક્સીકન સ્ટાર્ટસ્ > મેક્સિકન બ્રેડ રોલ્સ
મેક્સિકન બ્રેડ રોલ્સ

Tarla Dalal
02 January, 2025


Table of Content
મેક્સિકન બ્રેડ રોલ્સ રેસીપી | મેક્સીકન રોલ્સ વેજ સ્ટાર્ટર | ક્વિક પાર્ટી સ્ટાર્ટર | Mexican bread rolls in Gujarati | with 20 amazing images.
આમ તો તમે મેક્સિકન વાનગીઓનો સ્વાદ સારો એવો માણ્યો હશે, જેવી કે ટોર્ટીલા અને કસાડીયા. પણ અહીં એક બહુ જ સાદા નાસ્તાની વાનગી રજૂ કરી છે, તે છતાં તેને મેક્સિકન સ્પર્શ મળી રહે છે.
આ મેક્સિકન બ્રેડ રોલ્સમાં મીઠી મકાઇના દાણા અને સિમલા મરચાંની સાથે ચીઝ અને મેંદાથી ઘટ્ટ કરેલું દૂધ અને ચીલી ફ્લેક્સની થોડી તીખાશ આપીને પૂરણ તૈયાર કરવામાં આવ્યું છે. તે પછી આ પૂરણને બ્રેડમાં ભરીને મજેદાર કરકરો નાસ્તો બનાવવામાં આવ્યો છે, જેને તાજા અને ગરમા ગરમ ટમૅટા કેચપ સાથે પીરસવા.
Tags
Preparation Time
10 Mins
Cooking Time
15 Mins
Total Time
25 Mins
Makes
12 બ્રેડ રોલ માટે્સ
સામગ્રી
Main Ingredients
પૂરણ માટે
2 ટેબલસ્પૂન માખણ (butter, makhan)
2 ટીસ્પૂન મેંદો (plain flour , maida)
1 કપ દૂધ (milk)
1/4 કપ બાફેલા મીઠી મકાઇના દાણા ( boiled sweet corn kernels (makai ke dane)
1/2 કપ સમારેલા લીલા મરચાં (chopped green chillies)
1/4 કપ ખમણેલું પ્રોસેસ્ડ ચીઝ (grated processed cheese)
1 ટીસ્પૂન સૂકા લાલ મરચાંના ફ્લેક્સ્ (dry red chilli flakes)
મીઠું (salt) , સ્વાદાનુસાર
બીજી જરૂરી વસ્તુઓ
તેલ ( oil ) , તળવા માટે
પીરસવા માટે
વિધિ
- એક પહોળા નૉન-સ્ટીક પૅનમાં માખણ ગરમ કરી, તેમાં મેંદો ઉમેરીને મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી સતત હલાવતા રહી રાંધી લો.
- તે પછી તેમાં દૂધ મેળવી, મધ્યમ તાપ પર ૨ મિનિટ સુધી સતત હલાવતા રહી તેમાં ગાંગડા ન રહે અથવા સૉસ ઘટ્ટ બને ત્યાં સુધી રાંધી લો.
- પછી તેમાં મકાઇના દાણા, સિમલા મરચાં, ચીઝ, લાલ મરચાંના ફ્લૅક્સ અને મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી મધ્યમ તાપ પર ૧ મિનિટ સુધી વચ્ચે-વચ્ચે હલાવતા રહી રાંધી લો.
- આ મિશ્રણ બીજા એક બાઉલમાં કાઢીને બાજુ પર રાખો.
- બ્રેડની સ્લાઇસની કીનારીઓ કાપીને બ્રેડ પર વેલણ ફેરવી તેને પાતળી વણી લો.
- હવે બ્રેડની મધ્યમાં ૧/૨ ટેબલસ્પૂન જેટલું પૂરણ મૂકી તેને સજ્જડ રીતે રોલ કરી લો.
- અંતમાં બ્રેડના છેડા પર થોડું પાણી ચોપડી દબાવીને પૂરણ બંધ કરી લો.
- રીત ક્રમાંક ૨ અને ૩ પ્રમાણે બીજા ૧૧ બ્રેડ રોલ તૈયાર કરી લો.
- એક ઊંડી કઢાઇમાં તેલ ગરમ કરી, તેમાં એક સમયે થોડા-થોડા બ્રેડ રોલ નાંખી, તે દરેક બાજુએથી ગોલ્ડન બ્રાઉન થાય તે રીતે તળી લો.
- તે પછી તેને ટીશ્યૂ પેપર પર કાઢી સૂકા કરીને ટમૅટા કેચપ સાથે તરત જ પીરસો.